News Continuous Bureau | Mumbai
ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ના ( avatar the way of water ) દિગ્દર્શક જેમ્સ કેમરોનની ( james cameron ) નજીકના લોકો માને છે કે તેમની ‘અવતાર’ ફિલ્મ સિરીઝ ભારતના હિંદુ ધર્મમાંથી ( hindu culture ) પ્રેરણા ( inspiration ) મેળવે છે અને ફિલ્મ સિરીઝનું નામ અવતાર પણ આ ખ્યાલનો પ્રચાર કરે છે. આમ જોવા જઈએ તો ‘અવતાર’ શબ્દનો અર્થ થાય છે ‘ફરીવાર જન્મ લેવો’ અથવા ‘પુનઃજન્મ’.
જેમ્સ કેમરુને કહી આ વાત
જેમ્સ કેમરૂન કહે છે, ‘હિન્દુઓનો આખો દેવસ્થાન ખૂબ સમૃદ્ધ અને જીવંત છે. હું તેમની પૌરાણિક કથાઓને પ્રેમ કરું છું.કેમરૂન કહે છે કે, ‘હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથમાં પણ ભગવાનને વાદળી કલરની ચામડીવાળા બતાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મમાં મહત્ત્વના ગણાતા ત્રિદેવમાંથી એક ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણને પણ ધાર્મિક ગ્રંથોમાં વાદળી ચામડીવાળા જ બતાવ્યા છે. મારે હિંદુ ધર્મનો આટલી બારીકાઈથી ઉલ્લેખ નહોતો કરવો, પણ મારું મન માન્યું નહી. મને આશા છે કે, મેં આવું કર્યું છે તેનાથી કોઈની ધાર્મિક લાગણીને ઠેસ નહીં પહોંચી હોય.
આ સમાચાર પણ વાંચો: ગર્લફ્રેન્ડ સબા આઝાદ અને પુત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરવા વેકેશન પર નીકળ્યો હૃતિક રોશન, એરપોર્ટ પર આવા લુક માં આવ્યો નજર
ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે જેમ્સ કેમરૂન
મૂળ કેનેડાના 68 વર્ષીય ફિલ્મ દિગ્દર્શક જેમ્સ કેમરૂન ની ફિલ્મો ભારતમાં ખાસ કરીને સફળ રહી છે. ‘ટર્મિનેટર’ શ્રેણીની તેમની બંને ફિલ્મો ભારતીય દર્શકોની પ્રિય ફિલ્મોમાંની એક છે. ઓસ્કાર સમારોહમાં એવોર્ડનો નવો રેકોર્ડ બનાવનાર તેની ફિલ્મ ‘ટાઈટેનિક’ એટલી હિટ રહી હતી કે તેને તમામ ભારતીય ભાષાઓમાં ડબ કરવામાં આવી હતી અને બાદમાં ફિલ્મની વાર્તા પર રેડિયો શો પણ કરવામાં આવ્યા હતા. તેણે ફિલ્મ ‘ટાઈટેનિક’માં ટેક્નોલોજીના અનોખા પ્રયોગો દ્વારા મોટા પડદા પર જે સર્જન કર્યું, તે જેમ્સે તેની છેલ્લી ફિલ્મ ‘અવતાર’ (2009)માં તેને એવા તબક્કે લઈ ગયા કે જેણે દુનિયામાં સિનેમાનો ચહેરો બદલી નાખ્યો.