Site icon

Koffee with karan 8: જ્હાન્વી કપૂરે અજાણતા કરી તેના અને શિખર પહાડીયા ના સંબંધ ની પુષ્ટિ, અભિનેત્રી ના ફોનમાં આ નામથી સેવ છે બોયફ્રેન્ડ નો નંબર

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ના આગામી એપિસોડ માં જ્હાન્વી કપૂર અને તેની બહેન ખુશી કપૂર જોવા મળવાના છે. આ દરમિયાન કરણ જોહર ના સવાલ ના જવાબ માં જ્હાન્વી કપૂરે તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા નું નામ લઇ અજાણતા તેના સંબંધ વિશે પુષ્ટિ કરી હતી

janhvi kapoor by mistake confirms dating shikhar pahariya reveal in koffee with karan 8

janhvi kapoor by mistake confirms dating shikhar pahariya reveal in koffee with karan 8

News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કોફી વિથ કારણ 8 નો આગામી એપિસોડ ખુબજ મજેદાર બનવાનો છે. આ એપિસોડ માં જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર જોવા મળવાના છે. આ દરમિયાન જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર ઘણા ખુલાસા કરતા જોવા મળશે. શો નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં જ્હાન્વી કપૂર તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા ને ડેટ કરી રહી છે તેનો ખુલાસો કરતી જોવા મળી હતી.

Join Our WhatsApp Community

 

કોફી વિથ કરણ નો નવો પ્રોમો 

કોફી વિથ કરણ નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, જ્હાન્વી કપૂર કહે છે, ‘ગઈ રાતે પાર્ટીમાં હું ફરતી હતી અને લોકોને રેપિડ ફાયર રાઉન્ડ વિશે પ્રશ્નો પૂછતી હતી. જ્યારે નવ્યા નવેલી નંદાએ કહ્યું, ‘ન જાવ.’ ત્યારબાદ કરણ જોહરે જ્હાન્વી ને પૂછ્યું  ‘તમારા સ્પીડ-ડાયલ લિસ્ટમાંથી ત્રણ લોકોના નામ આપો.’ જ્હાન્વી કપૂરે તરત જ જવાબ આપ્યો, ‘પાપા, ખુશુ અને શિકુ.’ તેણીએ આટલું કહ્યું કે તરત જ તેને ખબર પડી કે તેણે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નામ લીધું છે અને પછી ખુશી કપૂર અને કરણ જોહર જોરથી હસવા લાગે છે..


તમને જણાવી દઈએ કે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર એ શ્રીદેવી અને બોની કપૂર ની દીકરીઓ છે. જ્હાન્વી ફિલ્મોમાં સક્રિય છે તો ખુશી એ તાજેતરમાં જ આવેલી ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કર્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Vedang raina: ખુશી કપૂર ને ડેટ કરવાની વાત પર વેદાંગ રૈના એ તોડ્યું મૌન, ધ આર્ચીઝ અભિનેતા એ કહી આવી વાત

Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે
Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.
Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ
Exit mobile version