ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 જુલાઈ 2021
સોમવાર
બોલ્ડ લૂક્સ માટે જાણીતી બૉલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર આજકાલ તેના ફોટોસને લઈને ચર્ચામાં રહે છે. જાહ્નવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચિત સ્ટાર કિડ્સ પૈકી એક છે. જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 
જાહ્નવી કપૂર ફરી એક વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી છે, જેમાં તેણે સિલ્વર કલરનો આઉટિફટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. સાથે જ તેણે લોન્ગ એરિંગ્સ ઓપન હેર લુક અને મિનિમમ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ તસ્વીરોમાં અભિનેત્રી ખુબ જ ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અવારનવાર જ્હાન્વી કપૂરના વિડિયોસ અને તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જાહ્નવી કપૂરના સોશિયલ મિડિયાની વાત કરવામાં આવે તો તેનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરોથી છવાયેલું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ જાહ્નવી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી હતી અને હવે તે ‘દોસ્તના-2 અને ‘તખ્ત’માં જોવા મળશે. જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને લોકોને જ્હાન્વી અને ઈશાન ખટ્ટરની ધડક જોડી ઘણી પસંદ આવી હતી.
