News Continuous Bureau | Mumbai
ગીતકાર જાવેદ અખ્તર ( Javed Akhtar ) વ્હીલચેરમાં એરપોર્ટ પર એસ્કોર્ટની મદદ લેતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે મીડિયા દ્વારા ફોટોગ્રાફ લેવામાં આવતા તેઓ તત્કાળ ઊભા થઈ ગયા હતા અને ચાલતી પકડી હતી. પરંતુ ત્યાં સુધી તેમનો વીલ ચેર પર બેઠેલો ફોટોગ્રાફ વાયરલ થઈ ગયો.
હવે સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ડોક્ટર ઓર્થોનું આયુર્વેદિક તેલ ( Dr. Ortho Advertisement ) લગાડવાને કારણે શું ખરેખર ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે કે કેમ? અનેક લોકોએ જાવેદ અખ્તર પર મીમ્સ બનાવ્યા છે અને તેમની મજાક ( trolled ) ઉડાડી છે.
આ સમાચાર પણ વાંચો: મુન્નાભાઈ કોપી કરવા શું શું કરે છે? મહારાષ્ટ્ર બોર્ડો પ્રથમ વખત છેતરપિંડી રોકવા માટે લોકો પાસે આઈડિયા માંગ્યા.
ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તર ની ઉંમર 70 વર્ષની થઈ ચૂકી છે. જાવેદ અખ્તરનો એરપોર્ટ પર મીડિયા સાથેનો મજેદાર સંવાદ પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમના ચહેરા પર સ્મિત સાથે તેઓએ કહ્યું કે, “ઇતની દરવાજા કૌન પેડલ ચલે, ઇસલીએ વ્હીલચેર પર બૈતા હુ (કોણ તે લાંબા રસ્તાઓ (એરપોર્ટ પર) ચાલશે), તેથી જ હું વ્હીલચેરનો ઉપયોગ કરતો હતો.”