News Continuous Bureau | Mumbai
Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ વિશ્વભરમાં રૂ. 500 કરોડ (ગ્રોસ)નો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ માટે ઘણી હસ્તીઓ કિંગ ખાનના વખાણ કરી રહી છે. હવે આ યાદીમાં અક્ષય કુમારનું નામ પણ સામેલ થઈ ગયું છે. ફિલ્મની સફળતા પર ઇન્ડસ્ટ્રીના ‘ખેલાડી’ એ અભિનેતાને અભિનંદન પાઠવ્યા છે.
અક્ષય કુમારે પાઠવ્યા અભિનંદન
અક્ષય કુમારે તેના એક્સ (અગાઉનું ટ્વિટર) પર શાહરૂખ ખાનને તેની ફિલ્મ ‘જવાન’ ની મોટી સફળતા બદલ અભિનંદન ની નોંધ લખી. અભિનેતાએ ફિલ્મના કલેક્શનનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, “કેટલી મોટી સફળતા. મારા જવાન પઠાણ શાહરૂખ ખાનને અભિનંદન. અમારી ફિલ્મો પાછી ફરી છે.”
What massive success!!Congratulations my Jawan Pathaan @iamsrk 👏🏻 Our films are back and how. https://t.co/EwRPOCR2la
— Akshay Kumar (@akshaykumar) September 11, 2023
શાહરુખ ખાને આપ્યો જવાબ
શાહરૂખ ખાને પણ તેના એક્સ (અગાઉ નું ટ્વીટર) પર અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેના પર પ્રેમ પણ વરસાવ્યો હતો. અભિનેતાએ લખ્યું, ” તમે અમારા માટે પ્રાર્થના કરી ને, તો તે કેવી રીતે ખાલી જશે?” ઓલ ધ બેસ્ટ અને તંદુરસ્ત રહો ખિલાડી! ઘણો પ્રેમ.” નેટીઝન્સને પણ બંને વચ્ચેની આ વાતચીત પસંદ આવી.
Aap ne Dua maangi na hum sab ke liye toh kaise khaali jayegi. All the best and stay healthy Khiladi! Love u https://t.co/vP4s1Qvlhk
— Shah Rukh Khan (@iamsrk) September 11, 2023
જવાન ની સ્ટારકાસ્ટ
તમને જણાવી દઈએ કે એટલી દ્વારા નિર્દેશિત જવાનમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં છે, આ ફિલ્મમાં નયનતારા અને વિજય સેતુપતિ પણ છે. આ ઉપરાંત, તેમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, લહેર, આલિયા કુરેશી અને અન્ય મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સંજય દત્ત કેમિયો કરતા જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Jawan: જવાન ની રિલીઝ ડેટ નું છે જન્માષ્ટમી સાથે ખાસ કનેક્શન, શાહરુખ ખાન ના ફેને આપી સાબિતી