Site icon

Jawan box office collection: શાહરુખ ખાન ની ‘જવાન’ એ રચ્યો ઇતિહાસ,કમાણીના મામલે તોડ્યો પઠાણ નો રેકોર્ડ, જાણો કેટલું થયું કલેક્શન

Jawan box office collection: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'એ પહેલા દિવસે જ શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. 'જવાન'એ 'ગદર 2' અને 'પઠાણ'ની પ્રથમ દિવસની કમાણીનો બમ્પર રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

jawan box office collection day 1 is 75 crore shah rukh khan film leaves gadar 2 pathan far away

Jawan box office collection: શાહરુખ ખાન ની ‘જવાન’ એ રચ્યો ઇતિહાસ,કમાણીના મામલે તોડ્યો પઠાણ નો રેકોર્ડ, જાણો કેટલું થયું કલેક્શન

News Continuous Bureau | Mumbai 

Jawan box office collection: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મ ને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે તેના પ્રથમ દિવસે જ શાનદાર કમાણી કરી છે અને ઘણા જૂના રેકોર્ડ તોડતા શાહરૂખ ખાનની ફિલ્મે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા છે. આ ફિલ્મને લઈને ટ્વિટર પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એટલી કુમાર દિગ્દર્શિત ફિલ્મ ‘જવાન’નો ક્રેઝ દેશમાં જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. વર્ષ 2023માં ‘પઠાણ’ પછી ‘જવાન’ બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરનાર શાહરૂખ ખાનની બીજી ફિલ્મ બની છે. પ્રથમ દિવસની કમાણી પણ બમ્પર રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : Jawan advance booking: શાહરૂખ ખાન ની ‘જવાન’ ના એડવાન્સ બુકિંગે રચ્યો ઈતિહાસ! અધધ આટલી ટિકિટ થઈ બુક

જવાન ની બમ્પર કમાણી 

શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ ના જોરદાર અભિનયના આધારે આ ફિલ્મ પહેલા જ દિવસે જંગી કમાણી કરશે તેવી આગાહી કરવામાં આવી હતી અને તે સાચી સાબિત થઈ છે. ફિલ્મે જોરદાર કમાણી કરી છે અને ‘ગદર 2’ અને ‘પઠાણ’ની પ્રથમ દિવસની કમાણીનો બમ્પર રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જવાન ના પ્રારંભિક અહેવાલ મુજબ, ‘જવાન’એ પહેલા દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી સાથે ઓપનિંગ કર્યું હતું. આ ફિલ્મે તેની હિન્દી રિલીઝ થી જ 65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ હતી. તેણે તમિલમાં 5 કરોડ રૂપિયા અને તેલુગુમાં 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે,  ‘પઠાણ’ એ પહેલા દિવસે 70.50 રૂપિયાની બમ્પર કમાણી સાથે બધાને પાછળ છોડી દીધા હતા. હવે શાહરૂખ ખાનની બીજી ફિલ્મ ‘જવાન’ એ ‘પઠાણ’ ને પણ પાછળ છોડી દીધી છે. સની દેઓલની તાજેતરમાં રિલીઝ થયેલી ‘ગદર 2’ વિશે વાત કરીએ તો, ફિલ્મે 40.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે બીજા અને ત્રીજા દિવસે વધી હતી. તમને જણાવી દઈએ કે, વીકેન્ડ પર ફિલ્મ ‘જવાન’ની કમાણી વધુ વધવાની આશા છે. શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version