News Continuous Bureau | Mumbai
Jawan box office collection: ‘જવાન’ 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. વાસ્તવમાં, ફિલ્મે સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. પરંતુ, સોમવાર આવતાની સાથે જ ફિલ્મની કમાણી ઘટી ગઈ. શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ સોમવારના ટેસ્ટમાં ફેલ થઈ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, ફિલ્મનું પાંચમા દિવસનું કલેક્શન ‘ગદર 2’ (પહેલો સોમવાર) અને ‘પઠાણ’ (પહેલો સોમવાર) કરતાં ઓછું હતું.
જવાન નું પાંચ દિવસ નું કલેક્શન
પાંચમા દિવસે જવાનનું કલેક્શન ઘણું હલકું રહ્યું છે. ફિલ્મે પાંચમા દિવસે માત્ર 25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ કલેક્શન ભારતમાં રિલીઝ થયેલી તમામ ફિલ્મોનું છે. આ સિવાય ફિલ્મના ઓપનિંગ ડેની વાત કરીએ તો શરૂઆતના દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 74.50 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 82 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પાછલા દિવસો ની સરખામણીમાં પાંચમા દિવસ નો આંકડો ઘણો ઓછો છે. જોકે, હવે વીકએન્ડ પૂરો થઈ ગયો છે અને વીક ડેઝ પણ શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં મોર્નિંગ શોને વધુ ઓક્યુપન્સી નથી મળી રહી.
આ સમાચાર પણ વાંચો : Saira banu: સાયરા બાનુ એ શાહરૂખ અને દિલીપ કુમાર વચ્ચેની સામ્યતા દર્શાવતા ગણાવ્યો તેના પુત્ર જેવો, અભિનેત્રી એ યાદ કરી કિંગ ખાન સાથે ની પ્રથમ મુલાકાત
ગદર 2 અને પઠાણ કરતા ઓછું કલેક્શન
પ્રારંભિક અહેવાલો અનુસાર, ‘જવાન’એ પહેલા સોમવારે 25 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કર્યો છે. ‘ગદર 2’ની વાત કરીએ તો, સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત આ ફિલ્મે પહેલા સોમવારે 38.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે ‘પઠાણ’એ 26.5 કરોડની કમાણી કરી હતી.