News Continuous Bureau | Mumbai
Jawan director atlee: શાહરુખ ખાન ની ફિલ્મ જવાન એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જવાન ફિલ્મ માં શાહરૂખ ખાન અને સાઉથ ના નિર્દશક એટલી એ પહેલીવાર સાથે કામ કર્યું હતું. હવે ચાહકો જવાન ની સિક્વલ ની રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે એટલી એ એવી જાહેરાત કરી છે કે તે શાહરુખ ખાન અને સાઉથ સુપરસ્ટાર થલપથી વિજય સાથે ફિલ્મ બનાવશે.
એટલી કુમારે કરી જાહેરાત
જવાન નિર્દેશક એટલીએ તાજેતરમાં મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, ‘મેં વિજયને મારી બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું અને તે સમયે શાહરૂખ ખાન સાથે ચેન્નાઈમાં ઝિંદા બંદાનું શૂટિંગ પણ થયું હતું. આવી સ્થિતિમાં શાહરૂખ પણ હાજર હતો, વિજય સાથે વાતચીત દરમિયાન શાહરૂખ ખાને તેને ફિલ્મની ઓફર કરી હતી. એટલી એ કહ્યું કે, ‘શાહરૂખ સરે મને ક્યુ કે જો તમે ક્યારેય બે હીરો સાથે ફિલ્મ બનાવવાનું વિચારતા હોવ તો મને જણાવજો… અમે બંને તૈયાર છીએ. વિજય અન્ના પણ સંમત થયા. તેથી હું તેના પર કામ કરી રહ્યો છું, આ મારી આગામી ફિલ્મ હોઈ શકે છે. હું સ્ક્રિપ્ટ પર સખત મહેનત કરી રહ્યો છું, જે બંને સ્ટાર્સ સાથે ન્યાય કરી શકે. જોઈએ….’
તમને જણાવી દઈએ કે , એટલી કુમારે તેની બર્થડે પાર્ટી નો ફોટો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં એટલી કુમાર સાથે બોલિવૂડ નો સુપરસ્ટાર શાહરુખ ખાન અને સાઉથ નો સુપરસ્ટાર થલપથી વિજય જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Suhana Khan: શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને પોતાના ટ્રેડિશનલ લુક થી જીત્યું ચાહકો નું દિલ, વિડીયો થયો ઈન્ટરનેટ પર વાયરલ
