News Continuous Bureau | Mumbai
Shahrukh khan dance: શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે 31 ઓગસ્ટે વિશ્વની સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફા પર રિલીઝ થશે. જો કે, ટ્રેલર રિલીઝ પહેલા, 30 ઓગસ્ટના રોજ ‘જવાન’ની પ્રી-રિલીઝ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાને પોતાની સ્ટાઈલથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા .
શાહરુખ ખાને કર્યો પ્રિયામણિ સાથે ડાન્સ
શાહરૂખ ખાનની પ્રી-રીલીઝ ઈવેન્ટની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. હાલમાં જ આ ઈવેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન તેની સુપરહિટ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના ગીત ‘વન ટુ થ્રી ફોર’ પર જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ પોતાના ડાન્સ અને સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.આ સાથે તેની સાથે પ્રિયામણિ પણ જોવા મળી રહી છે.
#ShahRukhKhan and #Priyamani dancing on their chartbuster song 1 2 3 4 Get on the Dance Floor from Chennai express. t the Jawan prerelease event in Chennai ❤️🔥#JawanPreRelease #Jawan7thSeptember2023 pic.twitter.com/ejB5xmW9VP
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) August 30, 2023
જવાન ની પ્રી-રિલીઝ ઇવેન્ટ
તમને જણાવી દઈએ કે ‘જવાન’ની પ્રી-રીલીઝ ઈવેન્ટ ચેન્નાઈની શ્રી સાઈરામ એન્જિનિયરિંગ કોલેજમાં યોજાઈ હતી, આ ઈવેન્ટમાં શાહરૂખની સાથે ફિલ્મના નિર્દેશક એટલી કુમાર, નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયામણિ, સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર હાજર રહ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો અને તેણે બ્લેક શેડ્સ પણ પહેર્યા હતા, જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gadar 2: ગદર 2 જોતા પહેલા શાહરૂખ ખાને સની દેઓલને ફોન કરીને કહી હતી આ વાત, ‘તારા સિંહ’ એ કર્યો મોટો ખુલાસો