News Continuous Bureau | Mumbai
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘જવાન‘ને લઈને ઘણી ચર્ચામાં છે. પઠાણની સફળતા બાદ શાહરૂખના ચાહકો લાંબા સમયથી જવાનના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા. હાલમાં જ સમાચાર આવી રહ્યા હતા કે ફિલ્મનું ટીઝર 10 જુલાઈએ રિલીઝ થશે, પરંતુ એવું નથી. તેના બદલે, ટીઝર પહેલા, મેકર્સે ચાહકોને એક મોટી ભેટ આપી છે. મેકર્સે ચાહકો માટે ‘જવાન‘નું પ્રીવ્યુ રિલીઝ કર્યું છે.
‘જવાન’ નું પ્રિવ્યુ થયું રિલીઝ
‘જવાન’ના નિર્માતાઓએ ફિલ્મનો પ્રીવ્યૂ રિલીઝ કરીને બધાને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. આ પ્રિવ્યૂ જોઈને અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં શાહરૂખનું પાત્ર ઘણું ખતરનાક સાબિત થવાનું છે. શાહરૂખ પઠાણ પછી ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળશે. એટલે કે ફરી એકવાર કિંગ ખાનના ચાહકોને તેના એક્શન સ્ટંટ સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મના પ્રિવ્યૂમાં અભિનેતાના કેટલાક દમદાર ડાયલોગ્સ પણ સાંભળવા મળી રહ્યા છે. પ્રીવ્યૂમાં એક્ટર કહેતો જોવા મળે છે કે ‘જ્યારે હું વિલન બનીશ તો મારી સામે કોઈ હીરો ટકી શકશે નહીં’. શાહરૂખનો આ ડાયલોગ તેના ફેન્સમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan : જ્યારે અભિષેક બચ્ચન ને એક મહિલા ફેન્સે મારી હતી થપ્પડ, આ હતું કારણ
જવાન ની સ્ટારકાસ્ટ
તમને જણાવી દઈએ કે ‘જવાન‘ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ બની રહી છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળશે.તેમજ, નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયામણી, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર, યોગી બાબુ, રિદ્ધિ ડોગરા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
