News Continuous Bureau | Mumbai
Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાને ભજવેલા જેલર આઝાદ અને કેપ્ટન વિક્રમ રાઠોડ બંને પાત્રો ને લોકો પસંદ કરી રહ્યા છે. પરંતુ, તેમના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેઓ જાણવા માગે છે કે શાહરૂખ ખાને ફિલ્મમાં એક જ સમયે બે પાત્રો કેવી રીતે ભજવ્યા? શું ફિલ્મમાં તેના કોઈ ડુપ્લિકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? આ પ્રશ્નનો જવાબ હા છે. ફિલ્મના કેટલાક દ્રશ્યો તેના દેખાવ જેવા એટલે કે ડુપ્લિકેટ પ્રશાંત દ્વારા ભજવવામાં આવ્યા હતા. તે લગભગ 17 વર્ષથી શાહરૂખ ખાનનું બોડી ડબલ કરી રહ્યો છે.
પ્રશાંતે જણાવ્યું કેવી રીતે શૂટ થયા જવાન ના સીન
‘જવાન’ વિશે વાત કરતાં પ્રશાંતે એક મીડિયા હાઉસ ને કહ્યું કે તેણે આ ફિલ્મ માટે 130 દિવસ સુધી શૂટિંગ કર્યું છે. તેણે કહ્યું, ‘મેં આ ફિલ્મનું શૂટિંગ 130 દિવસમાં પૂરું કર્યું. ફિલ્મમાં આવા ઘણા સીન છે જે શાહરૂખ ખાને નહીં પરંતુ મેં કર્યા છે. ખાસ કરીને એવા દ્રશ્યો જેમાં શાહરૂખ ખાનનો ચહેરો દેખાતો ન હતો.” ફિલ્મના એક સીનનો ઉલ્લેખ કરતા પ્રશાને કહ્યું, “ફિલ્મમાં એક સીન છે જેમાં વિક્રમ (શાહરૂખ ખાન) તેના પુત્ર આઝાદ (શાહરૂખ ખાનનું બીજું પાત્ર)ને ગળે લગાવી રહ્યો છે. આ સીનનું શૂટિંગ કરતી વખતે હું પણ ત્યાં હતો. જ્યારે કેમેરાનું ફોકસ આઝાદ પર હતું ત્યારે હું વિક્રમ બની જતો હતો અને જ્યારે વિક્રમને સીનમાં બતાવવાનો હતો ત્યારે હું આઝાદ બની જતો હતો.
View this post on Instagram
પ્રશાંતે જણાવ્યું જવાન ના બાલ્ડ લુક વિશે
બાલ્ડ લુક વિશે વાત કરતા પ્રશાંતે કહ્યું, ‘બાલ્ડ લુકનો મેક-અપ સૌથી લાંબો હતો. ખરેખર, પ્રોસ્થેટિક મેકઅપમાં ત્રણથી ચાર કલાકનો સમય લાગતો હતો. તેથી અમે દરેક વૈકલ્પિક દિવસે બાલ્ડ લુક સાથે સીન શૂટ કરતા હતા. કારણ કે આ મેક-અપથી અમારે 10 થી 12 કલાક સુધી સેટ પર રહેવું પડતું હતું અને આટલા લાંબા સમય સુધી મેક-અપ સાથે રહેવાને કારણે ત્વચા પર ફોલ્લીઓ આવવા લાગી હતી. મને ફોડાઓ આવવા લાગ્યા હતા. પ્રશાંતે જણાવ્યું કે જવાનનું શૂટિંગ મુંબઈ, પુણે, ઔરંગાબાદ, ચેન્નાઈ અને નોર્થ ઈસ્ટ વગેરે વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. સેટ પર 1200 થી 1500 લોકો હાજર રહેતા હતા. એટલી સર બધાને ખૂબ જ સારી રીતે સંભાળતા. તેણે મને એક વાર ગળે પણ લગાવ્યો.
આ સમાચાર પણ વાંચો : Jawan OTT release:થિયેટર પછી એક કે બે નહીં પરંતુ આટલા બધા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે ‘જવાન’, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે ફિલ્મ