Site icon

Jawan deepika padukone: શાહરુખ ખાને દીપિકા પાદુકોણ બનાવી ઉલ્લુ, આ રીતે જવાન માં માતા નો રોલ ભજવવા કરી રાજી, કિંગ ખાને સંભળાવ્યો મજેદાર કિસ્સો

Jawan deepika padukone: દીપિકા પાદુકોણે ફિલ્મ જવાનમાં ઐશ્વર્યાની ભૂમિકા ભજવી છે, જે ભલે નાની પણ મહત્વની છે .માત્ર થોડી મિનિટો માટે સ્ક્રીન પર આવેલી દીપિકાએ પોતાના જબરદસ્ત અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

jawan shahrukh khan got the role of mother by fooling deepika padukone king khan tell the funny story

jawan shahrukh khan got the role of mother by fooling deepika padukone king khan tell the funny story

News Continuous Bureau | Mumbai 

Jawan deepika padukone: જવાનમાં, ચાહકોએ દીપિકા પાદુકોણનો એક અવતાર જોયો જે કદાચ દીપિકાએ અત્યાર સુધી સિલ્વર સ્ક્રીન પર ક્યારેય ભજવ્યો નથી. આ ફિલ્મમાં દીપિકા પહેલીવાર માતાના રોલમાં જોવા મળી હતી. જો કે, શાહરૂખે દીપિકાને માતાના રોલ માટે કેવી રીતે મનાવી તેની વાર્તા પણ રસપ્રદ છે.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાને દીપિકા પાદુકોણ ને બનાવી મૂર્ખ 

ફિલ્મ જવાનની સક્સેસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહરૂખે કહ્યું, ‘દીપિકા મારા દિલની ખૂબ નજીક છે. જ્યારે એટલીએ મને કહ્યું કે તે દીપિકાને ફિલ્મમાં કેમિયો માટે કાસ્ટ કરવા માંગે છે. હું દીપિકાને આ માટે મનાવવામાં થોડો સંકોચ અનુભવતો હતો. મને યાદ છે કે પઠાણના સેટ પર જ મેં દીપિકાને આ ફિલ્મ માટે પૂછ્યું હતું. જો કે, અમે તેને કેમિયો કરવા માટે કહીને તેને ફુલ લેન્થ ફિલ્મ કરવા માટે મનાવી હતી. અમે બિચારી ને મૂર્ખ બનાવી હતી.’શાહરૂખ આગળ કહે છે, તે દિવસે અમે બેશરમ રંગ ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. હું તેને સેટ પર જોઈ રહ્યો હતો અને મેં નજીકમાં જ મારી મેનેજર પૂજાને કહ્યું કે તમને નથી લાગતું કે દીપિકા માતાના રોલમાં ખૂબ જ સુંદર દેખાશે. મેં પૂજાને કહ્યું કે જઈને દીપિકાને પૂછે કે શું તે મારી આગામી ફિલ્મમાં માતા બનવા ઈચ્છે છે. પૂજા બે સેકન્ડમાં પાછી આવી અને કહ્યું કે દીપિકા રાજી થઈ ગઈ છે. તે કહી રહી છે કે, જ્યારે પણ શાહરૂખ કહે, હું તૈયાર છું. તેના જવાબથી મને આશ્ચર્ય થયું. દીપિકાએ સાબિત કર્યું કે તે એક બહુ મોટી અભિનેત્રી છે.’

આ સમાચાર પણ વાંચો  : Online ponzi scam: શું 1 હજાર કરોડના ક્રિપ્ટો પોન્ઝી સ્કેમમાં ગોવિંદા છે સામેલ? ગોવિંદાના મેનેજરે અહેવાલો પર કરી આ મોટી સ્પષ્ટતા.. જાણો શું છે આ સમગ્ર મામલો… વાંચો વિગતે અહીં..

દીપિકા એ કરી તેના પાત્ર વિશે વાત 

બીજી તરફ દીપિકા એ કહ્યું કે, ‘હું પ્રોજેક્ટ ‘કે’ના શૂટિંગ માટે હૈદરાબાદમાં હતી. એટલી મારી પાસે આવ્યો અને મને નરેશન સંભળાવવા લાગ્યો હતો. વાર્તા સાંભળ્યાની એક મિનિટમાં મેં કહ્યું કે તમે તમારો સમય કેમ બગાડો છો. હું આ ભૂમિકા માટે સંમત છું. લંબાઈ મારા માટે મહત્વ ની નથી. તેની અસર ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજું, શાહરૂખ પ્રત્યેના મારા પ્રેમથી બધા વાકેફ છે, તે જ્યારે પણ પૂછશે ત્યારે હું ત્યાં તૈયાર થઈ જઈશ.’

Taskaree Trailer: નીરજ પાંડેનો વધુ એક માસ્ટરપીસ: ‘તસ્કરી’માં ઈમરાન હાશ્મીનો કિલર અંદાજ, શું શરદ કેલકર રોકી શકશે સ્મગલિંગનું આ નેટવર્ક?
Bigg Boss 19 Success Party: ડાન્સ ફ્લોર પર ધમાકો! ગૌરવ અને આકાંક્ષાની જોડીએ ‘ટીપ-ટીપ બરસા પાની’ પર મચાવી ધૂમ, જુઓ દુબઈ પાર્ટીનો વાયરલ વીડિયો.
Hrithik Roshan: 51 વર્ષની ઉંમરે ઋત્વિક રોશનનું કિલર ફોટોશૂટ: 8-પેક એપ્સ જોઈને ગર્લફ્રેન્ડ સબા આઝાદ થઈ ફિદા
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’! ‘પુષ્પા 2’ ના કલેક્શનને પાછળ છોડી હિન્દી સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ.
Exit mobile version