News Continuous Bureau | Mumbai
Jawan: શાહરુખ ખાન ની ફિલ્મ જવાન થિયેટર માં ધૂમ મચાવી લીધી છે આ ફિલ્મે હાલમાં જ વૈશ્વિક સ્તરે 1000 કરોડની કમાણી નો આંકડો પાર કરી લીધો છે. જેની સાથે તે સૌથી ઝડપી 1000 કરોડની કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ ખુશીમાં શાહરૂખ ખાને હવે તેના ચાહકો માટે ગિફ્ટની જાહેરાત કરી છે જેઓ આ ફિલ્મ ફરીથી જોવા માંગે છે અથવા જેમણે મોંઘી ટિકિટોને કારણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. તેમના માટે શાહરૂખ ખાને જાહેરાત કરી છે કે હવે ‘જવાન’ની એક ટિકિટ સાથે તમને એક ફ્રી ટિકિટ મળશે.
શાહરુખ ખાને કરી એક પર એક ટિકિટ ફ્રી ની જાહેરાત
શાહરૂખ ખાને આ ઓફરની જાહેરાત ખૂબ જ ફની રીતે કરી છે, તેણે ટ્વિટર પર એક લાબું ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે હવે દરેક વ્યક્તિ સિનેમા હોલમાં આ ફિલ્મનો આનંદ માણી શકશે.
Bhai ko, behen ko…
Dushman ko, Yaar ko…
And of course, apne Pyaar ko…
Kal Jawan dikhaaiyega!Chacha-Chachi, Phoopha-Phoophi, Maama-Maami…
Yaani Poore Parivaar ko.
Sab ke liye ek ke saath ek free ticket!!!Toh kal se… Parivaar, yaar aur pyaar… Just Buy 1 ticket and get the… pic.twitter.com/Qr9gI4ihcO
— Shah Rukh Khan (@iamsrk) September 27, 2023
શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ની ઓટિટિ રિલીઝ
મીડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર, ગૌરી ખાન ના પ્રોડક્શન રેડ ચિલીઝ ના તમામ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે સારા વ્યાવસાયિક સંબંધો છે. આવી સ્થિતિમાં, આ ફિલ્મ Amazon Prime, Netflix, Disney Plus Hotstar, ZEE5, Voot અને Sony Liv જેવા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે શાહરુખ ની ફિલ્મ જવાન કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે અને ક્યારે?
આ સમાચાર પણ વાંચો : Jawan: શાહરૂખ અને ગૌરી ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો જવાન નો BTS વિડિયો, જુઓ કેવી રીતે શૂટ થયા હતા એક્શન સીન્સ