News Continuous Bureau | Mumbai
Jaya bachchan and Kajol: સમગ્ર દેશમાં નવરાત્રીની ઉજવણી થઇ રહી છે. આ સમયે સર્વત્ર દુર્ગા પૂજાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ સ્ટાર્સ આ ફેસ્ટિવલમાં ભારે ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી અને કાજોલના પરિવાર દ્વારા દુર્ગા પૂજા પંડાલને શણગારવામાં આવ્યો છે. જ્યાં બોલિવૂડની તમામ જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. દુર્ગા અષ્ટમી ના ખાસ અવસર પર બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન પણ પૂજા પંડાલમાં જોવા મળી હતી.
જયા બચ્ચન અને કાજોલ ફરી થઈ ટ્રોલ
દુર્ગા પૂજા પંડાલમાં થી જયા બચ્ચન અને કાજોલ નો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જયા કાજોલ સાથે જોવા મળી રહી છે. પહેલા તો બંને એકબીજાને મળીને ખુશ થાય છે, પછી કાજોલ સાથે કોઈ મુદ્દે વાત કરતી વખતે જયા વિચિત્ર ચહેરો બનાવે છે. સાથે જ કાજોલ પણ તેવા જ હાવભાવ આપતી જોવા મળે છે.આ પછી બન્ને ફરીથી નોર્મલ થઈ જાય છે અને હસવા લાગે છે.ત્યારબાદ જયા બચ્ચન કાજોલના પરિવાર સાથે ફોટો ક્લિક કરાવે છે.
જયા બચ્ચન અને કાજોલ ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
જયા બચ્ચન અને કાજોલ ના આ વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સે ફરી ટ્રોલ કરી છે. એક યુઝરે લખ્યું ‘તે હંમેશા આવા ચહેરા કેમ બનાવે છે?’ તેમજ જયા બચ્ચન ના હાસ્ય પર પણ ઘણા લોકોએ ટિપ્પણી કરી. એક યુઝરે લખ્યું, ‘તે હસે પણ છે.’ એકે કહ્યું, ‘હે ભગવાન, તે હસી રહી છે.’ હું માની શકતો નથી. આ વીડિયો અત્યાર સુધી સોશિયલ મીડિયા પર ઘણી વખત જોવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ કભી ખુશી કભી ગમ માં જયા બચ્ચને કાજોલ ની સાસુ ની ભૂમિકા ભજવી હતી.
આ સમાચાર પણ વાંચોઃ Aamir khan and fatima sana shaikh: ડેટિંગ ની અફવા ની વચ્ચે ફરી સાથે આવ્યા આમિર ખાન અને ફાતિમા સના શેખ, આ ફિલ્મ માટે કરશે સાથે કામ
