News Continuous Bureau | Mumbai
Jaya bachcan: બોલિવૂડની પીઢ અભિનેત્રી જયા બચ્ચન પાપારાઝી સાથેના વર્તન ને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. ગઈકાલે બોલિવૂડની ડ્રિમ ગર્લ નો જન્મદિવસ હતો. હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં સામેલ થવા માટે ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ આવ્યા હતા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન એ પણ હાજરી આપી હતી.આ દરમિયાન જયા બચ્ચન પદ્મિની કોલ્હાપુરે સાથે સ્ટેજ પર આવી હતી તેમની સાથે ઉદ્ધવ ઠાકરે ની પત્ની પણ જોવા મળી હતી
જયા બચ્ચને પાપારાઝી ને આપી પ્રતિક્રિયા
બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન ડ્રિમ ગર્લ ના જન્મદિવસ ની સેલિબ્રેશન પાર્ટી માં હાજરી આપવા પહુંચી હતી. આ દરમિયાન જયા બચ્ચને સ્પષ્ટ કર્યું હતું કે હું ફોટો પડાવવા આવી નથી.અભિનેત્રી એ પાપારાઝી ને કહ્યું કે, ‘આ પદ્મિની મને અહીં લઈ આવી છે’. પછી જ્યારે પાપારાઝીએ અભિનેત્રી ને કહેવાનું શરૂ કર્યું કે જયાજી અહીંયા જુઓ, જયાજી નીચે આવી રીતે ફોટોગ્રાફર્સ અભિનેત્રી ને ડાયરેકશન આપી રહ્યા હતા ત્યારે જયા બચ્ચને તેની જૂની પદ્ધતિ માં કહ્યું, “હવે તમે લોકો આટલું ડાયરેક્શન ના આપો.” ત્યારબાદ તે ફોટોગ્રાફર્સ સામે હાથ જોડીને ત્યાંથી નીકળી ગઈ. તમને જણાવી દઈએ કે, જયા બચ્ચન ની સાથે પદ્મિની કોલ્હાપુરે અને ઉદ્ધવ ઠાકરે ના પત્ની રશ્મિ ઠાકરે એ પાપારાઝી ને હસી ને પોઝ આપ્યા હતા.
View this post on Instagram
જયા બચ્ચન ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
જયા બચ્ચન નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો એ ફરી તેને ટ્રોલ કરવાની શરુ કરી છે. એક યુઝરે કોમેન્ટ સેક્શન માં લખ્યું કે,”જ્યારે તે દરેક ક્ષણે મીડિયાનું અપમાન કરતી રહે છે ત્યારે દરેક વ્યક્તિ તેની તસવીરો કેમ લેતી રહે છે.” અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “આ વલણ એક અભિનેત્રીનું નથી પરંતુ એક રાજનેતાનું છે.”એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરી, “મને વિશ્વાસ નથી આવતો કે તે હસે છે.” અન્ય એક યુઝરે તેના લુક ની મજાક ઉડાવતા કમેન્ટ કરી કે, “જયા બચ્ચનનો લુક ખૂબ જ ફની છે, તે છોટા પંડિત જેવી દેખાઈ રહી છે.”
આ સમાચાર પણ વાંચો: Salman khan tiger 3: ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ‘ટાઈગર’, સલમાન ખાને ચાહકોને આપ્યો ખાસ સંદેશ