જેવી પાર્ટી તેવા સંસ્કાર..સંસદ માં જયા બચ્ચન ની આંગળી ચીંધવા પર ભાજપનો પ્રહાર, અભિનેત્રી થઇ ટ્રોલ

જયા બચ્ચન ફરી એકવાર પોતાના ગુસ્સાને લઈને ચર્ચામાં છે. આ વખતે સંસદમાં તેનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ માટે લોકો તેને ખૂબ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.

by Zalak Parikh
jaya bachchan showed finger rajya sabha chairman jagdeep dhankhar bjp reaction

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ અને નેતા જયા બચ્ચન પોતાના ગુસ્સાને લઈને હેડલાઈન્સમાં રહે છે. તે ઘણી વખત પાપારાઝી પર ગુસ્સે કરતી જોવા મળી છે. ઘણી વખત આ કારણે તે સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થાય છે. ફરી એકવાર તેનો ગુસ્સો ફાટી નીકળ્યો છે, તે પણ સંસદમાં. રાજ્યસભામાંથી તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને આંગળી બતાવતી જોવા મળી રહી છે. પછી શું હતું, આ પછી ફરી તેને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. યુઝર્સ તેને તેના આ વલણ વિશે ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.

 

જયા બચ્ચન નો વિડીયો થયો વાયરલ 

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પીઢ અભિનેત્રી જયા બચ્ચન રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર પર આંગળી ચીંધતી જોઈ શકાય છે. આ વિડીયો વાયરલ થયા પછી તરત જ લોકોએ ટ્વિટર પર #JayaBachchan ને ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. તેના આ વલણને કારણે લોકો તેને તેમજ તેના પતિ અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનને ટ્રોલ કરી રહ્યા છે અને મીમ્સ શેર કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક નેતાઓએ તેમને તેમના આ કૃત્ય પર તેને ખરી-ખોટી સંભળાવી છે.

જયા બચ્ચન પર ફૂટ્યો લોકો નો ગુસ્સો 

બીજેપી ની પ્રવક્તા અનુજા કપૂરે લખ્યું, ‘જેવી પાર્ટી તેવા સંસ્કાર… જયા બચ્ચનજી કમ સે કમ તમારા પદની ગરિમા તો જાળવી રાખી હોત.’

બીજાએ લખ્યું, ‘જયા બચ્ચન ફરીથી અહંકાર બતાવી રહી છે અને સંસદમાં શિષ્ટાચારની રેખા પાર કરી રહી છે.’

મીમ્સ થયા વાયરલ 

 

Join Our WhatsApp Community

You may also like