Site icon

Jennifer Mistry TMKOC: જેનિફર મિસ્ત્રીએ દિશા વકાની ની વાપસી ને લઈને કર્યો મોટો ખુલાસો, એક ઇન્ટરવ્યૂ માં મેકર્સ વિશે કહી આવી વાત

Jennifer Mistry TMKOC: જેનિફર મિસ્ત્રીએ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ખુલાસો કર્યો કે દિશા વકાની ને મનાવવા માટે મેકર્સે ઘણી કોશિશ કરી

Jennifer Mistry Reveals Why Disha Vakani Refused to Return as Dayaben

Jennifer Mistry Reveals Why Disha Vakani Refused to Return as Dayaben

News Continuous Bureau | Mumbai

Jennifer Mistry TMKOC: ટેલિવિઝન શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં મિસિસ સોઢી નું પાત્ર ભજવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી એ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં દિશા વકાની વિશે મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે શોના નિર્માતાઓ દયાબેન તરીકે દિશાને પાછી લાવવા માટે ખૂબ પ્રયત્નશીલ રહ્યા, પણ દિશાએ પર્સનલ કારણોસર શોમાં વાપસીથી ઇનકાર કર્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Laughter Chef Season 2: આ જોડી ને પછાડી લાફ્ટર શેફ સીઝન 2 ના વિજેતા બન્યા કરણ કુન્દ્રા અને એલ્વિસ યાદવ

મેકર્સે દિશાને મનાવવા માટે શું કર્યું?

જેનિફર મિસ્ત્રીના જણાવ્યા અનુસાર, શોના પ્રોડ્યુસર્સે દિશા વકાની ને શોમાં પાછા લાવવા માટે હાથ જોડ્યા હતા. તેઓ દયાબેન અને જેઠાલાલની લોકપ્રિય જોડી ફરીથી સ્ક્રીન પર લાવવા માંગતા હતા. પરંતુ દિશાએ પરિવાર અને વ્યક્તિગત જવાબદારીઓના કારણે શોમાં પાછા આવવાનું અસંભવ ગણાવ્યું.જેનિફરે જણાવ્યું કે જ્યારે તેઓ પોતે પ્રેગ્નન્સી બાદ શોમાં પાછી આવવા માંગતી હતી, ત્યારે મેકર્સે તેની અવગણના કરી હતી. “હું હાથ જોડતી હતી, પણ મને પાછી ના લીધી. હવે એ જ લોકો દિશા સામે હાથ જોડતા હતા,” એમ જેનિફરે કહ્યું.


દિશા વકાની 2017માં મેટરનિટી લીવ પર ગઈ ત્યારથી શોમાં પાછી આવી નથી. શોના નિર્માતા આસિત મોદી એ અનેક વખત જણાવ્યું છે કે તેઓ દિશાની વાપસી માટે આશાવાદી છે, પણ હાલની પરિસ્થિતિને કારણે તે શક્ય નથી. જો દિશા પાછી નહીં આવે તો મેકર્સને નવો કલાકાર લાવવો પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version