Site icon

આ રીતે અસિત મોદીની માફી સાંભળવા માંગે છે જેનિફર, અભિનેત્રી એ કહી આવી વાત

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં રોશન સિંહ સોઢી નું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ શોના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તે કહે છે કે તેણે આ બધું પૈસા માટે નહીં, પરંતુ સત્ય માટે કર્યું છે. તાજેતરમાં, અભિનેત્રીએ કહ્યું હતું કે હવે તે અસિત મોદીની માફી સાંભળવા માંગે છે.

jennifer mistry wants apology with both hands folded from asit modi

આ રીતે અસિત મોદીની માફી સાંભળવા માંગે છે જેનિફર, અભિનેત્રી એ કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જબરદસ્ત હેડલાઇન્સમાં છે. તેનું કારણ શોની વાર્તામાં આવેલો બદલાવ કે કોઈ નવો વળાંક નથી, પરંતુ શોના નિર્માતાઓ અને શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી છે. શોની અભિનેત્રી જેનિફરે હાલમાં જ ‘તારક મહેતા શો’ના નિર્માતા અસિત મોદી પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેણે શોના નિર્માતા સહિત અન્ય બે લોકો સામે આ આરોપો આર્થિક લાભ માટે લગાવ્યા નથી. તેણે કહ્યું કે આ તેના સ્વાભિમાન અને ન્યાયની લડાઈ છે.

Join Our WhatsApp Community

 

અસિત મોદી ની માફી સાંભળવા માંગે છે જેનિફર  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિસિસ સોઢીનો રોલ કરનારી જેનિફરે કહ્યું છે કે, ‘એક ખૂબ જ મહત્વની વાત, હું આ બધું પૈસા માટે નથી કરી રહી. હું આ સત્ય માટે કરી રહી છું, જેથી સત્ય જીવે. તેણે કબૂલ કરવું પડશે કે તેણે મારી સાથે ઘણું ખોટું કર્યું છે. તેણે મારી માફી માંગવી પડશે. બંને હાથ જોડી અને તેમને કહેવું પડશે કે અમને માફ કરો. આ ગૌરવ અને સ્વાભિમાનની વાત છે.અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે અસિત મોદી પર શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું- ‘લોકો કહે છે કે અસિત મોદી સાથે મારા શારીરિક સંબંધ હતા, હું કહેવા માંગુ છું કે એવું નહોતું. તેમ તેણે મૌખિક રીતે કહ્યું.

 

જેનિફર સાથે સિંગાપોર આ બની હતી ઘટના 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્ષ 2019માં જ્યારે તે સિંગાપોરમાં શો માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે અસિત મોદીની ટિપ્પણીથી તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ હતી. તે સમયે તેણે તેના બે કો-સ્ટાર્સ સાથે આ ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આવી સ્થિતિમાં બંનેએ અભિનેત્રીને નિર્માતાથી અલગ રાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો
Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી
Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા
Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા
Exit mobile version