Site icon

કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડાના સાત વર્ષ પછી જેનિફર વિંગેટે તોડ્યું મૌન-જણાવી તેની આપવીતી

 News Continuous Bureau | Mumbai

વેબ સિરીઝ કોડ એમ 2 ની બીજી સીઝનમાં જોવા મળેલી ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટે(Jennifer Winget) તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે પતિ કરણ સિંહ ગ્રોવર(Karan Singh grover) સાથે લગ્નના બે વર્ષ પછી છૂટાછેડા કેમ થયા? એક સમય હતો જ્યારે જેનિફર અને કરણને ઈન્ડસ્ટ્રીના બેસ્ટ કપલ(best couple) તરીકે જોવામાં આવતા હતા. પરંતુ દંપતીના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. બંનેએ 2012માં લગ્ન કર્યા અને માત્ર 2 વર્ષમાં એટલે કે 2014માં અલગ થઈ ગયા. છૂટાછેડાના(divorse) લગભગ 8 વર્ષ પછી, જેનિફરે આ વિશે વાત કરી અને તે દિવસોના તણાવપૂર્ણ જીવન વિશે વાત કરી. બંનેએ ટીવી શો દિલ મિલ ગયેના સેટ પર ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

Join Our WhatsApp Community

ઈન્ટરવ્યુ દરમિયાન જેનિફર વિંગેટે કહ્યું- હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી, હું કંઈ સમજી શકતી નહોતી. જો કે, મેં મારી જાતને કોઈક રીતે સંભાળી હતી. પછી મેં મારી જાત ને વ્યસ્ત કરી દીધી જેથી કરીને હું તે ભયાનક તબક્કામાંથી બહાર આવી શકું. તે સમયે લોકોએ મારા પર ખૂબ જ અભદ્ર ટિપ્પણીઓ(comments) પણ કરી હતી, જેના કારણે હું ખૂબ જ પરેશાન હતી. હું એકલો રહેવા માંગતી હતી પરંતુ લોકોએ મને આમ કરવા ન દીધું. તે સમય મારા માટે ખૂબ જ ખરાબ હતો. જો કે તે તબક્કામાંથી બહાર આવવું મારા માટે સરળ નહોતું પરંતુ તેમ છતાં મેં મારી જાતને મજબૂત કરી. મને લાગ્યું કે મારે હજુ ઘણું કરવાનું બાકી છે અને નવું જીવન (new life)શરૂ કર્યું. આ રીતે હું જેનિફર 2.0 બની. પોતાની વાત આગળ વધારતા તેણે કહ્યું- જ્યારે મેં પાછળ જોયું તો તે મારા જીવનનો શ્રેષ્ઠ સમય(best time) હતો. તે સમયે એવું લાગતું નહોતું, પરંતુ જે કંઈ પણ થયું, હું અત્યારે છું તેના કરતાં ઘણી સારી  છું.

આ સમાચાર પણ વાંચો : કંગના રનૌતે નદીના પથ્થર અને લાકડા વડે બનાવ્યું પોતાનું નવું ઘર-જુઓ અભિનેત્રી ના મનાલીના નવા ઘરની અંદરની તસવીરો

જેનિફર વિંગેટે કહ્યું- ક્યારેક કેટલીક વસ્તુઓ શ્રેષ્ઠ માટે થાય છે. તમને જણાવી દઈએ કે જેનિફરથી છૂટાછેડા (Jennifer winget divorce)લીધા બાદ કરણ સિંહ ગ્રોવર બિપાશા બાસુની(Bipasha Basu) નજીક આવ્યો હતો. બંનેએ અલોન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને આ દરમિયાન બંને નજીક આવ્યા હતા. થોડો સમય ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન(marriage) કરી લીધા. આપને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં કરણે કહ્યું હતું કે તેના અને જેનિફરના લગ્ન સૌથી મોટી ભૂલ હતી.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version