Site icon

કાર્તિક આર્યન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે ટીવી ની આ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી

 News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ(Jennifer Winget) વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નાના પડદા પર જોરદાર અભિનયથી ઘર-ઘરમાં ઓળખ બનાવનાર આ અભિનેત્રી હવે મોટા પડદા પર પોતાની કાબેલિયત સાબિત કરવા જઈ રહી છે. સમાચાર છે કે જેનિફર એક મોટા પ્રોજેક્ટનો હિસ્સો બની શકે છે. અભિનેત્રી અત્યાર સુધી ઘણા ટીવી શોમાં જોવા મળી છે. આ સિરિયલોને કારણે દેશભરમાં તેની ઘણી ફેન ફોલોઈંગ(fan following) છે. ફિલ્મમાં કામ કરવાના સમાચાર મીડિયામાં આવતા જ અભિનેત્રીના ચાહકો ખૂબ જ ખુશ છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેનિફર વિંગેટ ટૂંક સમયમાં બોલીવુડના યુવા અને પ્રતિભાશાળી અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aryan)સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી શકે છે. હજુ સુધી આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મના નિર્માતા અને અભિનેત્રી બંને દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.પરંતુ જો આ સમાચાર સાચા નીકળે અને જેનિફરે આ ફિલ્મ સાઈન કરી લીધી છે, તો આ પહેલીવાર હશે જ્યારે આ અભિનેત્રી સિલ્વર સ્ક્રીન (silver screen debut)પર જોવા મળશે. જો કે, જેનિફર ટીવીની સૌથી લોકપ્રિય અને શ્રેષ્ઠ અભિનેત્રી છે જેણે પોતાના કરિયરમાં ઘણી હિટ સિરિયલો(hit serials) આપી છે. બાળ કલાકાર(child artist) તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જેનિફરે ‘કસૌટી ઝિંદગી કે’માં મિસ્ટર બજાજની પુત્રીની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ જ તેને તેની અસલી ઓળખ મળી. આ પછી, તે ‘સરસ્વતીચંદ્ર’, ‘બેહદ’, ‘બેપન્નાહ’ અને ‘બેહદ 2’માં શાનદાર પ્રદર્શન કરીને દરેકની પ્રિય બની ગઈ.હાલમાં જ જેનિફર ની વેબ સિરીઝ ‘કોડ એમ’ (Code M 2)ની બીજી સીઝન રિલીઝ થઇ છે જેમાં જેનિફરની એક્ટિંગની ફરી એકવાર પ્રશંસા થઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : રણબીર કપૂરની આ એક્સ ગર્લફ્રેન્ડ ની થઇ બ્રહ્માસ્ત્રમાં એન્ટ્રી- નિભાવશે મહત્વની ભૂમિકા

ફિલ્મ એક્ટર કાર્તિક આર્યન હાલમાં જ બોલિવૂડના નવા સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ (Box office flop)સાબિત થતી હતી, ત્યારે તેની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'  બોક્સ ઓફિસ પર સુપરહિટ(superhit) સાબિત થઈ હતી… કાર્તિકની ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 175 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. એવું માનવામાં આવે છે કે ભૂલ ભૂલૈયા 2 ટૂંક સમયમાં 200 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version