ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ડિસેમ્બર 2021
શુક્રવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ પર રાજ કરનાર દિલીપ જાેશીની પુત્રીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.એક્ટરે જે રીતે ધૂમધામથી દીકરીના લગ્ન કર્યા તે સપનું દરેક પિતા જાેતા હોય છે. જ્યાં એક તરફ તેણે દરેક ઉજવણીમાં પોતાની ખુશી વ્યક્ત કરી અને દરેક ક્ષણનો આનંદ માણ્યો, તો બીજી તરફ દીકરીની વિદાય વખતે તે પોતાના આંસુ રોકી શક્યા નહીં. આ લગ્નની તસવીરો પર લોકો દરેક જગ્યાએથી અભિનંદન સંદેશ પોસ્ટ કરી રહ્યા છે.
જો કે, લગ્નની આ તસવીરોમાં એક એવી વસ્તુ હતી, જે તરત જ ધ્યાન પર આવી અને લોકોએ કમેન્ટમાં તેનો ઉલ્લેખ પણ કર્યો. કેટલાક નકારાત્મક રીતે અને કેટલાક હકારાત્મક રીતે. આ વાત દિલીપ જોશીની દીકરીના લુક સાથે જોડાયેલી હતી. આ સ્ટાર પિતાની પુત્રીએ તે કર્યું છે જે મોટાભાગની દુલ્હન લગ્નના દિવસે કરવાની હિંમત નથી કરતી.સામાન્ય દિવસોમાં પણ છોકરા-છોકરીઓ આવા લુક કેરી કરવામાં અચકાતા જોવા મળે છે. નિયતિની તસવીરો એવી છે કે તે સૌંદર્યના નિર્ધારિત માપદંડોને ખુલ્લેઆમ પડકારી રહી છે.
તારક મહેતા ના 'જેઠાલાલ' થયા ભાવુક, દીકરીની વિદાય પછી શેર તસવીરો; જુઓ ફોટોગ્રાફ્સ
જ્યારે નિયતિ દુલ્હનના રૂપમાં જાેવા મળી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ લાલ રેશમી સાડી પહેરી હતી. જેમાં તે ખુબ જ ખુબસુરત લાગી રહી હતી. જાેકે, આ આખા બ્રાઈડલ લૂકની સૌથી મહત્વની બાબત તેના વાળ હતા. સામાન્ય રીતે જાેવામાં આવે છે કે છોકરીઓ લગ્ન પહેલા પોતાના વાળની સંભાળ માટે હજારો રૂપિયા ખર્ચે છે. જાે કોઈના વાળ થોડા પણ સફેદ હોય તો તેઓ તેમાં અનેક પ્રકારની ટ્રીટમેન્ટ કરે છે. આનાથી ઊલટું નિયતિએ આત્મવિશ્વાસથી તેના સફેદ વાળને રહેવા દીધા હતા. નિયતિએ બન બનાવ્યો અને હેરસ્ટાઇલને મોગરા અને ગુલાબના ફૂલોથી સજાવી હતી. નિયતિનો આ દેખાવ સૌંદર્યના નિર્ધારિત ધોરણોને ખુલ્લેઆમ પડકારવા માટેનું એક પગલું હતું. છોકરીઓને સૌથી વધુ તેમના દેખાવ પરથી જજ કરવામાં આવે છે. તેના વાળ સહિત વાળની તેના રંગ સુધી ચોક્કસ અપેક્ષાઓ રાખવામાં આવે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દરેક છોકરી તેના પર બંધ બેસે છે. જાે કે, નિયતિએ પોતાનો આત્મવિશ્વાસ બતાવીને આ પરિમાણોનો ત્યાગ કર્યો અને તેણી જેવી છે તેવી કન્યા તરીકે બહાર આવી. આ એક પગલું છે જે ચોક્કસપણે પ્રશંસાને પાત્ર છે.