News Continuous Bureau | Mumbai
ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શોમાંથી એક 'ઝલક દિખલા જા'ની (Jhalak Dikhla Jaa season 10)10મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. 5 વર્ષના વિરામ પછી, નિર્માતાઓ આ સેલિબ્રિટી ડાન્સ શોને(celebrity dance show) ફરી એકવાર લાવ્યા છે અને અહેવાલ છે કે આ શોનું ટેલિકાસ્ટ સપ્ટેમ્બરથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે શોની છેલ્લી સીઝન વર્ષ 2017માં આવી હતી. જોકે, શોની વાપસી કરતાં પણ વધુ રસપ્રદ બાબત આ વખતે શોમાં જજોની હાજરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી સતત એવી ખબરો આવી રહી હતી કે કાજોલ અને શાહરુખ ખાન (Shahrukh-Kajol host show)આ શોને જજ કરશે પરંતુ હવે એક લેટેસ્ટ માહિતી અનુસાર કાજોલ નહીં પરંતુ 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત (Madhuri Dixit)આ સુપરહિટ ડાન્સ શોને જજ કરવા જઈ રહી છે. પરંતુ શું આ વખતે માધુરી શોમાં આવવાને કારણે કાજોલે શો ઠુકરાવી દીધો છે? હાલમાં આ અંગે કોઈ માહિતી નથી.જણાવી દઈએ કે વર્ષ 2014 સુધી માધુરી દીક્ષિત આ શોને જજ કરતી હતી પરંતુ ત્યારબાદ શાહિદ કપૂર(Shahid Kapoor) અને જેકલીન ફર્નાન્ડિઝે ખુરશી સંભાળી હતી. જો કે આ સીઝનમાં શાહિદ અને જેકલીન નહીં પરંતુ ફરી એકવાર બોલિવૂડ બ્યુટી માધુરી દીક્ષિત આ શોને જજ કરશે.અહેવાલો અનુસાર, અભિનેત્રીએ શોને જજ કરવા માટે હા પાડી છે. ખાસ વાત એ છે કે આ શોમાં તેની સાથે અન્ય કોઈ નહીં પરંતુ કરણ જોહર(Karan Johar) પણ જોવા મળશે, જે બોલિવૂડની ડાન્સ દિવા સાથે શોને જજ કરશે. આ યાદીમાં આગળનું નામ નોરા ફતેહીનું (Nora Fatehi)આવે છે. અહેવાલ છે કે નોરા ફતેહીને પણ ઝલક દિખલા જા 10માં જજ બનવાની તક મળી છે.
આ સમાચાર પણ વાંચો : સાઉથ અભિનેત્રી સામંથા એ કાઢી કરણ જોહર ની ઝાટકણી-નિષ્ફળ લગ્ન માટે અભિનેત્રી એ હોસ્ટ ની આ ફિલ્મને ગણાવી જવાબદાર
‘ઝલક દિખલા જા 10’(Jhalak Dikhhla jaa 10) માટે, નિર્માતાઓએ મોહસીન ખાન, અદાહ ખાન, અર્શી ખાન, એરિકા ફર્નાન્ડિસ, હેલી દારૂવાલા, નિક્કી તંબોલી, નિમ્રિત કૌર આહલુવાલિયા, સંજય ગગનાની, શાહીર શેખ, શ્રદ્ધા આર્ય અને શુભાંગી અતરે જેવા સ્ટાર્સનો સંપર્ક કર્યો છે.