News Continuous Bureau | Mumbai
Jhalak dikhlaja Tanisha mukherjee: કાજોલ ની બહેન તનિષા મુખર્જી એ તેના અભિનય કરિયર ની શરૂઆત ઉદય ચોપરા સાથે ફિલ્મ નીલ એન્ડ નિકી દ્વારા કરી હતી. આ ફિલ્મ માં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. ત્યારબાદ તનિષા ટેંગો ચાર્લી માં જોવા મળી હતી, પરંતુ તેને તેની બહેન કાજોલ અને જીજા અજય દેવગનની જેમ સફળતા ના મળી શકી. હવે તનિષા ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 11 માં સ્પર્ધક તરીકે જોવા મળશે.જેમાં તે તેના ફિલ્મી કરિયર વિશે ચર્ચા કરતી જોવા મળશે.
ઝલક દિખલાજા માં તનિષા મુખર્જી નો ડાન્સ
ટીવી નો ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજા 11 નવેમ્બરે સોની ટીવી પર ટેલિકાસ્ટ થશે. આ દરમિયાન સોની ટીવીએ ઝલક દિખલા જા 11નો પ્રોમો રિલીઝ કર્યો છે.જેમાં કાજોલ ની બહેન તનિષા “લૈલા મેં લૈલા” ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં શોના જજ મલાઈકા અરોરા, ફરાહ ખાન અને અરશદ વારસી તેની ડાન્સિંગ થી પ્રભાવિત જોવા મળે છે.તનિષા નો ડાન્સ જોઈ ફરાહ ખાને કહ્યું, “તું આજની રાત એક સ્ટાર છે.” આ સાંભળીને અભિનેત્રી એ કહ્યું, “મારા પરિવારમાં અજય દેવગન, કાજોલ બધા સ્ટાર્સ છે. હું તે મુકામ સુધી પહોંચી શકી નથી. હું સ્ટાર નથી.”
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ઝલક દિખલાજા સીઝન 11 માં તનિષા મુખર્જી સિવાય, શોએબ ઈબ્રાહીમ ઉર્વશી ધોળકિયા, શિવ ઠાકરે,અંજલિ આનંદ, સંગીતા ફોગટ, આમિર અલી, રાજીવ ઠાકુર, કરુણા પાંડે અને શ્રીરામ ચંદ્ર જેવા લોકો શો માં સ્પર્ધક તરીકે જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Gadar 3: અનિલ શર્માએ કરી ગદર 3 ની સત્તાવાર જાહેરાત, આવી હશે ફિલ્મ ની વાર્તા અને તેની સ્ટારકાસ્ટ