ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઓક્ટોબર, 2021
રવિવાર
અમુક સમય પહેલાં પ્રચલિત થયેલા ટીવી શો 'જોધા અકબર'ની અભિનેત્રી મનીષા યાદવનું અવસાન થયું છે.
મળેલી માહિતી મુજબ પહેલી ઓકટોબરે બ્રેન હેમરેજ થવાને લીધે નાની વયે મનીષાનું મૃત્યુ થયું હતું. તેના એક વર્ષના દીકરાએ માતાનું છત્ર ગુમાવી દીધું.
જોધા અકબર સીરિયલમાં મનીષા સલીમા બેગમના પાત્રમાં જોવા મળી હતી. આ પાત્રને પણ પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યું હતું. મનીષાના અવસાનની ખબર આ ધારાવાહિકમાં જોધાનું પાત્ર ભજવનારી અભિનેત્રી પરિધિ શર્માએ ઈન્સ્ટાગ્રામની પોસ્ટમાં આપી હતી. તેણે મનીષાનો ફોટો શેર કરીને નીચે લખ્યું હતું કે, મનીષાના મૃત્યુના સમાચારથી પૂર્ણ રીતે ભાંગી પડી છું. હજી સુધી પણ વિશ્વાસ થતો નથી.
