News Continuous Bureau | Mumbai
અભિનેતા જુનિયર એનટીઆરને સ્પાય એક્શન-થ્રિલર, ‘વોર 2’ માટે સાઇન કરવામાં આવ્યો છે, જે 2019ની બ્લોકબસ્ટરની આગામી સિક્વલ છે. ‘વોર’માં કબીરની ભૂમિકા ભજવનાર બોલિવૂડ સ્ટાર રિતિક રોશન ‘વોર 2’માં જુનિયર એનટીઆર સાથે એક્શન સિક્વન્સમાં જોવા મળશે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરશે. અયાન મુખર્જીએ બોલિવૂડમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, જેમાં તેની છેલ્લી રિલીઝ ‘બ્રહ્માસ્ત્ર’ પણ સામેલ છે.
વિલન તરીકે થશે એન્ટ્રી
એક મીડિયા હાઉસ ના એક અહેવાલ અનુસાર, યશ રાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું, ‘આ એકદમ સાચી માહિતી છે. આ ફિલ્મ માટે જુનિયર એનટીઆરને ફાઈનલ કરવામાં આવ્યા છે અને હવે તે ફિલ્મ ‘વોર 2’ માં રિતિક રોશનની સામે જોવા મળશે. આ એક એક્શન એડવેન્ચર ફિલ્મ હશે, જે મોટા પડદા પર જોવાનો એક અલગ જ અનુભવ હશે. ‘વોર 2’ સંપૂર્ણપણે એક પેન ઇન્ડિયા ફિલ્મ છે, જેમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનો સુપરસ્ટાર છે.સૂત્રએ વધુમાં કહ્યું કે,’જુનિયર એનટીઆર તેની ફિલ્મોની પસંદગીને લઈને ખૂબ જ ચુઝી છે અને જો તેણે હા કહી હોય તો સમજી લેવું કે ફિલ્મ વાર્તાથી લઈને પ્લોટ સુધી ખૂબ જ મજબૂત છે. જુનિયર એનટીઆર અને રિતિક રોશનની મોટા પડદા પરની લડાઈ દરેકને પસંદ આવશે. ‘વોર 2’નું નિર્દેશન અયાન મુખર્જી કરશે.’
IT’S OFFICIAL… HRITHIK – JR NTR IN ‘WAR 2’… #YRF pulls off a casting coup… #HrithikRoshan and #JrNTR will share screen space for the first time in #War2… #AyanMukerji directs. #YRFSpyUniverse pic.twitter.com/rGu8Z3Nzs7
— taran adarsh (@taran_adarsh) April 5, 2023
યશ રાજનું સ્પાય યુનિવર્સ
યશ રાજના આ સ્પાય યુનિવર્સ ની શરૂઆત ફિલ્મ ‘એક થા ટાઈગર’થી થઈ હતી. ‘એક થા ટાઈગર’ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી, જેમાં સલમાન ખાન-કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સલમાન ખાન સ્પાય એજન્ટ ટાઈગરના રોલમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ સલમાન-કેટરિના વર્ષ 2017માં રીલિઝ થયેલી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’માં જોવા મળી હતી.આ પછી આ યુનિવર્સ 2019માં ફિલ્મ ‘વોર’ સાથે આગળ વધ્યું હતું. જો કે, વોર સુધી તેઓ કોઈપણ રીતે જોડાયેલા નહોતા અને ફિલ્મ ‘પઠાણ’ થી જ તેમને જોડીને એક યુનિવર્સ બનાવવામાં આવ્યું છે. ‘પઠાણ’ ની સફળતા બાદ આ યુનિવર્સ હવે ‘ટાઇગર 3’ અને’ વોર 2’ સાથે આગળ વધશે. ટાઇગર (સલમાન) અને પઠાણ (શાહરૂખ) કબીર (રિતિક) સાથે વોર 2 માં જોવા મળશે.