ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર, 2021
શનિવાર
બબલી અભિનેત્રી જૂહી ચાવલા આજે તેનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે, 13 નવેમ્બર 1967ના રોજ જન્મેલી જૂહી ચાવલાએ બોલિવૂડમાં એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. જૂહી ચાવલાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી, જુહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. જુહીની માતાનું નામ મોના ચાવલા અને પિતાનું નામ ડૉ. એસ. ચાવલા છે. જુહી ચાવલા મિસ ઈન્ડિયા પણ રહી ચુકી છે, તેને આ ખિતાબ 1984માં મળ્યો હતો. જુહી ચાવલાએ માત્ર મિસ ઈન્ડિયાનો ખિતાબ જ જીત્યો નથી પરંતુ મિસ યુનિવર્સમાં પણ ખાસ સ્થાન બનાવ્યું છે. જો કે જૂહી મિસ યુનિવર્સનો ખિતાબ જીતી શકી ન હતી, પરંતુ એક એવો ખિતાબ જીત્યો જેનાથી આખા દેશને તેના પર ગર્વ થયો.
વાત 1992ની છે, જે દરમિયાન જૂહી ફિલ્મ ‘કારોબાર’ નું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મના ડાયરેક્ટર રાકેશ રોશન અને બિઝનેસમેન જય મહેતા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. શૂટિંગ દરમિયાન જ રાકેશે જૂહી અને જયની મુલાકાત કરાવી, જુહી ચાવલાએ વર્ષ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા, બંનેને બે બાળકો પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન છે.
જુહીએ 1986માં ફિલ્મ ‘સલ્તનત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. 2 વર્ષ બાદ તે 'કયામત સે કયામત તક' ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને જુહી રાતોરાત સ્ટાર બની ગઈ. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે 1997માં આવેલી હિટ ફિલ્મ 'ઈશ્ક'માં જોવા મળી હતી. આ પછી એટલે કે છેલ્લા 21 વર્ષમાં તેણે કોઈ હિટ ફિલ્મ આપી નથી, તેની આગામી ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા' છે.