News Continuous Bureau | Mumbai
Juhi Parmar : ફિલ્મ ‘બાર્બી’ આ દિવસોમાં દુનિયાભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન ટીવી એક્ટ્રેસ જુહી પરમારનો ગુસ્સો ફિલ્મના મેકર્સ પર ફાટી નીકળ્યો છે.હાલ માં તેણે ઇન્સ્ટાગ્રામ પર બાર્બીના નિર્માતાઓની ટીકા કરી હતી. તેણે નિર્માતાઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવીને ખુલ્લો પત્ર લખ્યો હતો. તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં, અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે ફિલ્મ જોયાના 10-15 મિનિટ પછી થિયેટરમાંથી બહાર નીકળી ગઈ.
જુહી પરમારે શેર કરી પોસ્ટ
પોસ્ટ શેર કરતી વખતે, જુહીએ કેપ્શનમાં લખ્યું, ‘હું આગળ જે પણ લખવા જઈ રહી છું તે વાંચીને કદાચ મારા ચાહકો ગુસ્સે થઈ જશે. શક્ય છે કે કેટલાક લોકો મને ખોટી સમજે. પરંતુ, હું આ નોંધને એક ચિંતિત માતાપિતા તરીકે શેર કરવા માંગુ છું. મેં જે ભૂલ કરી છે તે ન કરશો. બાળકો સાથે ફિલ્મ ‘બાર્બી’ ના જોવી. જુહીએ પોસ્ટમાં લખ્યું, ‘ડિયર બાર્બી, હું કંઈપણ લખતા પહેલા મારી ભૂલ કબૂલ કરવા માંગુ છું. હું મારી 10 વર્ષની પુત્રી સમાયરાને તમારી મૂવી જોવા માટે લઈ ગઈ કે તે PG-13 મૂવી છે (PG-13 એટલે કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવતી નથી). ફિલ્મ શરૂ થયાને 10 મિનિટ જ થઈ હતી અને ફિલ્મમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ થવા લાગ્યો હતો.સેક્સુઅલ સીન પણ દર્શાવાયા હતા. આખરે હું અસ્વસ્થ થઈને હોલમાંથી બહાર આવી ગઈ. મારી દીકરી તમારી આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી. મને આઘાત લાગ્યો. ફિલ્મ કન્ટેન્ટથી નિરાશ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Whatsapp Scam: તમારુ વોટ્સએપ ખતરામાં છે…. વોટ્સએપ હેકિંગમાં આવ્યો નવો પ્રકાર.. પોલિસે વોટ્સએપ હેકિંગ વિશે નેટીઝન્સને આપી ચેતવણી… વાંચો અહીંયા શું છે આ પ્રકરણ..
View this post on Instagram
10 મિનિટ માં થિયેટર માંથી ભાર નીકળી જુહી પરમાર
જુહીએ આગળ લખ્યું, ‘પહેલા હું બહાર આવી. પછી બીજા કેટલાક વાલીઓ પણ બહાર આવ્યા. હા, કેટલાક એવા પણ હતા જેમણે બેસીને આખી ફિલ્મ જોઈ હતી. ફિલ્મને ભલે PS-13 મળી, પરંતુ ‘બાર્બી’ની ભાષા અને કન્ટેન્ટ બંને 13 વર્ષના બાળકો માટે યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે ‘બાર્બી’માં માર્ગોટ રોબી, રેયાન ગોસલિંગ, અમેરિકા ફેરેરા, સિમુ લિયુ, કેટ મેકકિનોન જેવા સ્ટાર્સ છે. આ ફિલ્મે વિશ્વના પ્રથમ સપ્તાહના અંતે 2760 કરોડ રૂપિયાની કમાણી કરી છે.