Site icon

Juhi Parmar : ‘બાર્બી’ના મેકર્સ પર ગુસ્સે થઈ જૂહી પરમાર, જાણો કેમ 10 જ મિનિટમાં થિયેટર માંથી નીકળી બહાર

અભિનેત્રી જુહી પરમારે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ફિલ્મ 'બાર્બી'ની સમીક્ષા કરી છે. તેણે ફિલ્મની સામગ્રી સામે વાંધો ઉઠાવતા કહ્યું કે તે 13 વર્ષના બાળકો માટે પણ યોગ્ય નથી.

juhi parmar accuses barbie makers of misleading shared open letter

juhi parmar accuses barbie makers of misleading shared open letter

News Continuous Bureau | Mumbai  

Juhi Parmar : ફિલ્મ ‘બાર્બી’ આ દિવસોમાં દુનિયાભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન ટીવી એક્ટ્રેસ જુહી પરમારનો ગુસ્સો ફિલ્મના મેકર્સ પર ફાટી નીકળ્યો છે.હાલ માં તેણે ઇન્સ્ટાગ્રામ પર બાર્બીના નિર્માતાઓની ટીકા કરી હતી. તેણે નિર્માતાઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવીને ખુલ્લો પત્ર લખ્યો હતો. તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં, અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે ફિલ્મ જોયાના 10-15 મિનિટ પછી થિયેટરમાંથી બહાર નીકળી ગઈ.

Join Our WhatsApp Community

જુહી પરમારે શેર કરી પોસ્ટ

પોસ્ટ શેર કરતી વખતે, જુહીએ કેપ્શનમાં લખ્યું, ‘હું આગળ જે પણ લખવા જઈ રહી છું તે વાંચીને કદાચ મારા ચાહકો ગુસ્સે થઈ જશે. શક્ય છે કે કેટલાક લોકો મને ખોટી સમજે. પરંતુ, હું આ નોંધને એક ચિંતિત માતાપિતા તરીકે શેર કરવા માંગુ છું. મેં જે ભૂલ કરી છે તે ન કરશો. બાળકો સાથે ફિલ્મ ‘બાર્બી’ ના જોવી. જુહીએ પોસ્ટમાં લખ્યું, ‘ડિયર બાર્બી, હું કંઈપણ લખતા પહેલા મારી ભૂલ કબૂલ કરવા માંગુ છું. હું મારી 10 વર્ષની પુત્રી સમાયરાને તમારી મૂવી જોવા માટે લઈ ગઈ કે તે PG-13 મૂવી છે (PG-13 એટલે કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવતી નથી). ફિલ્મ શરૂ થયાને 10 મિનિટ જ થઈ હતી અને ફિલ્મમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ થવા લાગ્યો હતો.સેક્સુઅલ સીન પણ દર્શાવાયા હતા. આખરે હું અસ્વસ્થ થઈને હોલમાંથી બહાર આવી ગઈ. મારી દીકરી તમારી આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી. મને આઘાત લાગ્યો. ફિલ્મ કન્ટેન્ટથી નિરાશ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  Whatsapp Scam: તમારુ વોટ્સએપ ખતરામાં છે…. વોટ્સએપ હેકિંગમાં આવ્યો નવો પ્રકાર.. પોલિસે વોટ્સએપ હેકિંગ વિશે નેટીઝન્સને આપી ચેતવણી… વાંચો અહીંયા શું છે આ પ્રકરણ..

 10 મિનિટ માં થિયેટર માંથી ભાર નીકળી જુહી પરમાર

જુહીએ આગળ લખ્યું, ‘પહેલા હું બહાર આવી. પછી બીજા કેટલાક વાલીઓ પણ બહાર આવ્યા. હા, કેટલાક એવા પણ હતા જેમણે બેસીને આખી ફિલ્મ જોઈ હતી. ફિલ્મને ભલે PS-13 મળી, પરંતુ ‘બાર્બી’ની ભાષા અને કન્ટેન્ટ બંને 13 વર્ષના બાળકો માટે યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે ‘બાર્બી’માં માર્ગોટ રોબી, રેયાન ગોસલિંગ, અમેરિકા ફેરેરા, સિમુ લિયુ, કેટ મેકકિનોન જેવા સ્ટાર્સ છે. આ ફિલ્મે વિશ્વના પ્રથમ સપ્તાહના અંતે 2760 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Saumya Tandon: ટીવીની ‘ગોરી મેમ’ હવે આયુષ્માન ખુરાનાની હીરોઈન! સૂરજ બડજાત્યાના ડ્રીમ પ્રોજેક્ટમાં સૌમ્યા ટંડનની એન્ટ્રી, ‘ધુરંધર’ એ રાતોરાત બદલ્યું નસીબ
Dhurandhar Box Office : ‘ધુરંધર’ ની બોક્સ ઓફિસ પર ધાક: 39માં દિવસે પણ કરોડોની કમાણી, રણવીર સિંહની ફિલ્મે બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ.
Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Exit mobile version