News Continuous Bureau | Mumbai
Maa First Review: કાજોલ, ખેરિન શર્મા, રોનિત રોય અને ઇન્દ્રનીલ સેનગુપ્તા અભિનીત હોરર ફિલ્મ ‘માં’ આજે 27 જૂન, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ નો પહેલો રિવ્યૂ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં દર્શકો કાજોલના અભિનયની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મમાં માતૃત્વ, ત્યાગ અને અદૃશ્ય શક્તિઓ સામેની લડત દર્શાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ISPL Season 3: ISPL સીઝન 3 માં થઇ સલમાન ખાન ની એન્ટ્રી, આ ટિમ નો બન્યો માલિક
પ્રથમ રિવ્યૂ અને પ્રતિક્રિયાઓ
ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ સોશિયલ મીડિયા પર દર્શકોના પ્રતિસાદ આવ્યા છે. એક યુઝરે લખ્યું: “#MAAFirstReview 3.5/5 – એક સારી રીતે બનાવેલી હોરર ડ્રામા છે.” બીજાએ લખ્યું: “કાજોલનો અભિનય અદભૂત છે, ફિલ્મ હ્રદયસ્પર્શી છે.” ફિલ્મના દિગ્દર્શક વિશાલ ફુરિયા અને નિર્માતા અજય દેવગન ની ટીમને પણ પ્રશંસા મળી રહી છે.
#MAAFirstReview 3.5/5⭐
𝗧𝗵𝗿𝗶𝗹𝗹𝗶𝗻𝗴“It’s a extremely well made Horror drama entertainer, which engages you start to end.”#MAA (#MAAReview)#Kajol, #AjayDevgn & #VishalRevantiFuria… pic.twitter.com/2tJ74YgazR
— Zohaib Shah 🇵🇰 (@Zohaib4Sweety) June 21, 2025
‘માં’ એક સુપરનેચરલ હોરર ડ્રામા છે જેમાં કાજોલ એક એવી માતાની ભૂમિકા ભજવે છે જે પોતાની દીકરીને અંધકારમય શક્તિઓથી બચાવવા માટે બધું ત્યાગી દે છે. ફિલ્મ ‘શૈતાન યુનિવર્સ’નો ભાગ માનવામાં આવી રહી છે અને તેને UA 16+ રેટિંગ મળ્યું છે, એટલે કે 16 વર્ષથી ઉપરના દર્શકો માટે યોગ્ય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)