News Continuous Bureau | Mumbai
Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ના ટ્રેલર ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છતાં હવે મેકર્સે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલર જોયા બાદ લોકો માં આ ફિલ્મ ને લઈને ઉત્સાહ બમણો થઇ ગયો છે. હવે ફિલ્મ ની રિલીઝ પહેલા જ ફિલ્મ ના મેકર્સ તેની પાયરસી ને લઈને સતર્ક થઇ ગયા છે. ફિલ્મ ના નિર્માતાઓ એ હવે કોપીરાઈટ ને લઈને એક નોટિસ જારી કરી છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી ની શપથ વિધિ માં શાહરુખ ખાન અને અક્ષય કુમારે કર્યું એવું કામ કે થઇ રહી છે તેની ચર્ચા, તસવીર થઇ વાયરલ
કલ્કિ 2898 એડી ના મેકર્સે જારી કરી નોટિસ
કલ્કિ 2898 એડી ના મેકર્સે જે નોટિસ જારી કરી છે તે મુજબ ફિલ્મનો કોઈ પણ ભાગ શેર કરવો, પછી તે સીન, ફૂટેજ કે ઈમેજ હોય, તે ગેરકાયદેસર અને સજાપાત્ર છે અને સાયબર પોલીસની મદદથી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’આ રીતે મેકર્સે કોપીરાઈટ નોટિસ ઇસ્યુ કરી છે. આ નોટિસ ફિલ્મ ના ટ્રેલર રિલીઝ થતા પહેલા જ કરવામાં આવી હતી જેથી કોઈ ટ્રેલર ના સીન ને પણ કોપી ના કરી શકે.
Legal Copyright Notice : #VyjayanthiMovies wishes to inform the public that #Kalki2898AD and all its components are protected by copyright laws. Sharing any part of the film, be it scenes, footage or images, is illegal and punishable. Legal action will be taken as needed, with… pic.twitter.com/wc3rRfRuDJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 21, 2023
600 કરોડના બજેટમાં બનેલી કલ્કી 2898 એડીને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ કહેવામાં આવી રહી છે. નાગ અશ્વિન દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ ફિલ્મ વૈજયંતિ મૂવીઝ દ્વારા નિર્મિત છે. કલ્કિ 2898 એડી 27 જૂન, 2024ના રોજ રિલીઝ થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)