News Continuous Bureau | Mumbai
વહીદા રહેમાનના ( waheeda rehman ) પતિ કમલજીત ( kamaljeet ) પણ તેમની પત્નીની જેમ અભિનયની દુનિયા સાથે જોડાયેલા હતા. પોતાના કરિયરમાં તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. કમલજીતને ‘સન ઓફ ઈન્ડિયા’ અને ‘શગુન’થી ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી હતી. કમલજીત અને વહીદા રહેમાનની લવસ્ટોરીની ( love story ) એક કહાની પણ ઘણી ફેમસ છે. તો ચાલો જાણીયે વહીદા રહેમાન અને કમલજીત ની લવ સ્ટોરી વિશે.
આ તે સમયની વાત છે જ્યારે વહીદા રહેમાને ( waheeda rehman ) ઘણી ફિલ્મોમાં કામ કરીને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી. આ દરમિયાન તેમનું નામ ગુરુ દત્ત સાથે પણ જોડાયું હતું. જોકે, બંનેના અલગ થયા બાદ અભિનેત્રીના જીવનમાં કમલજીતની એન્ટ્રી થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે નિકટતા વધ્યા બાદ કમલજીતે ( kamaljeet ) અભિનેત્રીને લગ્ન માટે સૌથી પહેલા પ્રપોઝ કર્યું હતું. જોકે વહીદાના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. જો રિપોર્ટ્સનું માનીએ તો વહીદા આ બધી બાબતોથી પરેશાન હતી. પછી લેખક સલીમ ખાને મુશ્કેલ સમયમાં તેમની મદદ કરી. વાસ્તવમાં, વહીદા અને સલીમ તે સમયે પાડોશી હતા અને સાથે જ બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. સલીમ ખાને પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે તેણે બીજા ધર્મમાં લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે ઘણા લોકોએ તેને એવું ન કરવાની સલાહ આપી. તેના પરિવારના સભ્યો પણ આ માટે તૈયાર ન હતા. પછી તેણી મારી પાસે આવી કારણ કે તેણીને મારી સલાહ પર ખૂબ વિશ્વાસ હતો. અહેવાલો અનુસાર, સલીમ ખાને તેને ફક્ત તેના દિલની વાત સાંભળવાનું કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ નજીકના કલ્યાણ વિસ્તારની એક રહેણાંક સોસાયટીમાં ઘુસી ગયો દીપડો, લોકોમાં ફફડાટ.. જુઓ વિડીયો
વર્ષ 1974 માં, કમલજીત ( kamaljeet ) અને વહીદા રહેમાનના ( waheeda rehman ) લગ્ન થયા. લગ્ન પછી પણ વહીદા રહેમાન ફિલ્મોમાં કામ કરતી રહી. બીજી તરફ, કમલજીતે લગ્ન પછી થોડી જ ફિલ્મોમાં કામ કર્યું. કમલજીતનું વર્ષ 2000માં બીમારીના કારણે અવસાન થયું હતું. જ્યારે તેમના પતિએ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે વહીદા ને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જો કે, બાદમાં તેણે પોતાની જાતને સંભાળીને ફરીથી અભિનય શરૂ કર્યો.