News Continuous Bureau | Mumbai
Kangana ranaut:કંગના રનૌત તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં કંગના એ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં ભાગ લીધો હતો. આ દરમિયાન, કંગના એ ઇઝી માય ટ્રિપના સહ-સ્થાપક નિશાંત સાથે ક્લિક કરેલી કેટલીક તસવીરો સામે આવી હતી, જેના પછી સોશિયલ મીડિયા પર તેમની ડેટિંગની અફવાઓએ વેગ પકડ્યો. હવે અભિનેત્રીએ તેના અંગત જીવનને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
કંગના એ જણાવી હકીકત
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન કંગના અને નિશાંત ની કેટલીક તસવીરો સામે આવી હતી ત્યારબાદ તેમના ડેટિંગ ના સમાચારે જોર પકડ્યું હતું હવે આ સમાચારો પર પોતાનું મૌન તોડતા કંગનાએ સોશિયલ મીડિયા પર તેના સંબંધો નો ખુલાસો કર્યો હતો. કંગના એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું ,મીડિયાને મારી નમ્ર વિનંતી: કૃપા કરીને ખોટી માહિતી ન ફેલાવો. નિશાંતપટ્ટી જી લગ્ન જીવન માં ખુશ છે. અને હું કોઈ બીજાને ડેટ કરી રહી છું. યોગ્ય સમયની રાહ જુઓ. મહેરબાની કરીને આવું ના કરો.’

કંગના એ વધુમાં કહ્યું કે દરરોજ કોઈના નામ સાથે કોઈનું નામ જોડવું યોગ્ય નથી.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ની વિનર રેસમાંથી કપાયું અંકિતા લોખંડે નું નામ! શો ના મેકર્સે ટોપ 3 સ્પર્ધક વિશે આપ્યો સંકેત