Site icon

બોલિવૂડ ને મળી ગયા તેના શકુની મામા અને દુર્યોધન, કંગનાએ આપી હિંટ

કંગનાએ પોસ્ટ શેર કરીને લખ્યું કે કેવો કલયુગ આવ્યો છે. ખબર નથી કે ઐતિહાસિક ફિલ્મોમાં કેવા કલાકારોને કાસ્ટ કરવામાં આવે છે. હવે આ વખતે કંગનાએ જે પોસ્ટ શેર કરી છે, તેમાં તેણે કેટલાક અભિનેતા-દિગ્દર્શક ની ક્લાસ લગાવી છે જેઓ હૃતિક રોશન સાથેની તેમની લડાઈમાં કૂદી પડ્યા હતા.

kangana ranaut calls duryodhan ranbir kapoor shakuni karan johar shares post

બોલિવૂડ ને મળી ગયા તેના શકુની મામા અને દુર્યોધન, કંગનાએ આપી હિંટ

News Continuous Bureau | Mumbai

કંગના રનૌત એવા લોકોમાંથી એક નથી કે જેઓ પોતાના મનની વાત કરવામાં શરમાતા નથી અને કેટલીકવાર, તે લોકોને સીધું નામ લીધા વિના પોતાની વાત કહે છે. તાજેતરમાં, કંગનાએ નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમજ હવે તેણે કરણ જોહર પર નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે, કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેને જાણીને તમે પણ દંગ રહી જશો.

Join Our WhatsApp Community

 

કંગના એ નામ લીધા વિના સાધ્યું કરણ જોહર અને રણબીર પર નિશાન 

કંગનાએ લખ્યું- આજે હું તમને તે પોસ્ટથી આગળની સ્ટોરી કહેવા જઈ રહી છું જે મેં ગત દિવસે શેર કરી હતી. ‘દુર્યોધન’ અને ‘શકુની’ની જોડી ઈન્ડસ્ટ્રીમાં સૌથી ખરાબ છે. આ બંને પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગોસિપ મિનિસ્ટર કહે છે, જ્યારે બંને ઈર્ષાળુ અને અસુરક્ષિત લોકો છે. આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જાણે છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ આ બંનેનો હાથ હતો. બંનેએ તેને આ બધું કરવા માટે ઉશ્કેર્યો હતો. આ બંનેએ સાથે મળીને મારા વિશે પણ ખૂબ જ ખરાબ વાતો ફેલાવી હતી. અગાઉ આ બંને મારા અંગત જીવનમાં દખલ કરતા હતા અને મારી કારકિર્દીમાં મને હેરાન કરતા હતા.”જ્યારે મેં મારી વિરુદ્ધ થઈ રહેલી બાબતો વિશે જાહેરમાં વાત કરી, ત્યારે બંને થોડો સમય મૌન રહ્યા. હું આજે જ્યાં છું ત્યાં કદાચ મારી હાલત ખરાબ હશે, પરંતુ હું આજે આ પ્રતિજ્ઞા લઉં છું કે જે પણ દિવસે હું સત્તામાં આવીશ, હું આ બંનેની ગેરકાયદેસર વસ્તુઓ વિશે ખુલાસો કરીશ. આ બંને કયા પ્રકારનાં ડાર્ક વેબ, હેકિંગ અને ગેરકાયદેસર બાબતોમાં સામેલ છે, હું બધું જ કહીશ. આ બંને વિશે એટલું બધું છે કે બંને જેલમાં જઈ શકે છે.”

રિતિક રોશન સાથે ની લડાઈ ને લઇ ને કહી આ વાત 

બધા જાણે છે કે કંગનાની રિતિક રોશન સાથે મોટી લડાઈ થઈ હતી. તેમ છતાં, કરણ જોહર અને તેના જૂથ વિશે વાત કરતા, અભિનેત્રીએ આરોપ મૂક્યો કે તેના વિશે પણ તમામ પ્રકારની ગંદી અફવાઓ ફેલાવવામાં આવી હતી અને ‘મારી અને એચઆર વચ્ચેની લડાઈમાં બળજબરીથી રેફરીની ભૂમિકા ભજવી હતી’. કંગના રનૌતે આ પોસ્ટમાં કોઈ એક્ટર-ડિરેક્ટરનું નામ લીધું નથી. ફક્ત નિશાન સાધ્યું છે. જો કે જે લોકો સમજદાર છે તેઓ સમજી ગયા હશે કે કંગના આ બધું કોના માટે લખી રહી છે.

આ સમાચાર પણ વાંચો: રણબીર નું ‘શ્રી રામ’ બનવું સહન ન કરી શકી કંગના, ગુસ્સામાં અભિનેતા વિશે કહી આ વાત

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version