News Continuous Bureau | Mumbai
Kangana ranaut: નવરાત્રી બાદ દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.આ પાવન અવસર પર કંગના રનૌત દિલ્હીની પ્રખ્યાત લવ કુશ રામલીલામાં રાવણ દહન માટે લાલ કિલ્લા પર પહોંચી હતી. કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેણે રાવણના પૂતળાને અગ્નિદાહ આપ્યો હતો.દિલ્હીની લવ કુશ રામલીલા કમિટીના પ્રમુખે જણાવ્યું કે, લાલ કિલ્લા પર દર વર્ષે આયોજિત ઈવેન્ટના 50 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ મહિલાએ તીર ચલાવીને રાક્ષસ રાજાને માર્યો હોય. તમને જાણવી દઈ કે, કંગના એ તીર ચલાવ્યું અને રાવણના પૂતળાને આગ લગાવી તેમજ ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા.
કંગના એ કર્યું રાવણ દહન
24 ઓક્ટોબરની સાંજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેના, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બોલિવૂડ સ્ટાર કંગના રનૌતે દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળાનું દહન કર્યું હતું. આ કાર્યક્રમના 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાએ રાવણના પૂતળાનું દહન કર્યું હતું. ફટાકડા પર સરકારના પ્રતિબંધના કારણે 8 ટ્રેક ડીજીટલ ડોલ્બી સાઉન્ડ સીસ્ટમની મદદથી ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, આ અગાઉ ફિલ્મ સ્ટાર અજય દેવગન અને જોન અબ્રાહમ પણ અહીં આવી ચુક્યા છે. ગયા વર્ષે પ્રભાસે રાવણનું દહન કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 માં ભાગ લેવો સના રઈસ ખાન ને પડ્યો ભારે, આર્યન ખાન ની વકીલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો