News Continuous Bureau | Mumbai
Bigg boss 17: સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ 17′ શરૂ થઈ ગયો છે આ વખતે શો માં અલગ થીમ રાખવામાં આવી છે. આ સાથે જ વિવિધ વ્યવસાયો અને ક્ષેત્રો સાથે જોડાયેલા સહભાગીઓ શોનો ભાગ બન્યા છે. ટીવી સ્ટાર્સ, યુટ્યુબર્સ, થી લઈને ગેમર્સ સુધી, દરેક જણ આ સિઝનમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ શોમાં હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટી વકીલ સના રઈસ ખાને પણ ભાગ લીધો છે. સના આર્યન ખાન ડ્રગ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની વકીલ પણ હતી. જો કે હવે શોમાં તેની એન્ટ્રીથી તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તેની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
બિગ બોસ 17 માં ભાગ લેવા બદલ વકીલ સામે નોંધાઈ ફરિયાદ
આ સમગ્ર મામલો વિકીલ સનાના શોમાં ભાગ લેવા સાથે જોડાયેલો છે. એક એડવોકેટે સનાના બિગ બોસ શોમાં ભાગ લેવા સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે તે બાર કાઉન્સિલ દ્વારા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન છે. તેણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સત્તાવાર ફરિયાદ પણ કરી છે. તેમને ટ્વિટર પર લખ્યું, “મેં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ઔપચારિક રીતે જાણ કરી છે કે એડવોકેટ સના રઈસ ખાને રિયાલિટી શો ‘બિગ બોસ 17‘માં સ્પર્ધક તરીકે ભાગ લીધો છે. આ નિયમોનું ઉલ્લંઘન છે.બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમોના નિયમો 47 થી 52 મુજબ, વકીલ અન્ય કોઈ રોજગાર દ્વારા અન્ય કોઈ આવક મેળવી શકતો નથી. આ સાથે, એડવોકેટ્સ એક્ટ, 1961 ની કલમ 49(1)(c) પ્રેક્ટિસ કરતા વકીલોને અન્ય ક્ષેત્રોમાં પૂર્ણ-સમયની નોકરી લેવા પર પ્રતિબંધ મૂકે છે.”
I have formally notified the Bar Council of India that Advocate Sana Raees Khan has participated as a contestant in the reality show ‘Bigg Boss 17’ which is violation of Bar Council Rules.
According to rules 47 to 52 of the Bar Council of India Rules, advocates are prohibited… pic.twitter.com/sbz5JKVtFm
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) October 17, 2023
હવે ‘બિગ બોસ 17’ સ્પર્ધક અને સેલેબ્રીટી વકીલ સના રઈસ ખાન નિયમોના કથિત ઉલ્લંઘનને કારણે મુશ્કેલીમાં છે.
આ સમાચાર પણ વાંચો : Raj kundra: ફિલ્મ ‘અંડર ટ્રાયલ 69’ (UT 69) ના ટ્રેલર લૉન્ચ દરમિયાન ભાવુક થયો રાજ કુન્દ્રા, આ દિવસો ને યાદ કરી આવ્યા આંખમાં આંસુ