News Continuous Bureau | Mumbai
Raj kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા આ દિવસોમાં ચર્ચા નો વિષય બનેલો છે. રાજ કુન્દ્રા ‘UT-69’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ માં રાજ કુન્દ્રા એ પોતે જ પોતાનું પાત્ર ભજવ્યું છે. સતત માસ્ક પહેરીને જોવા મળતા રાજ કુન્દ્રાએ તેની ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં મીડિયા સામે પોતાનું માસ્ક ઉતાર્યું હતું.. ફિલ્મ ના ટ્રેલર લોન્ચ થયાના બે દિવસ બાદ જ તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે.
રાજ કુન્દ્રા એ શેર કરી પોસ્ટ
રાજ કુન્દ્રા તેની ફિલ્મ ને કારણે નહીં પરંતુ સોસીયલ મીડિયા પોસ્ટ ને કારણે ચર્ચામાં આવ્યો છે. રાજ કુન્દ્રા એ મોદી રાત્રે ટ્વીટ કરી ને લખ્યું કે, ‘અમે અલગ થઈ ગયા છીએ અને આ મુશ્કેલ સમયમાં અમને સમય આપવા તમને નમ્ર વિનંતી છે.’ આ ટ્વિટની સાથે રાજે પ્રણામ અને હાર્ટબ્રેકના ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે. રાજ કુન્દ્રાએ પોતાના ટ્વીટમાં સ્પષ્ટ કંઈ લખ્યું નથી, જેના કારણે અલગ-અલગ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023
દરમિયાન, શિલ્પા શેટ્ટી એ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આવું કંઈપણ શેર કર્યું નથી. ઘણા લોકોને એવું પણ લાગે છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા તેમની ફિલ્મના પ્રમોશન માટે આ બધું કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાહકો આ મામલે શિલ્પા શેટ્ટીના સ્પષ્ટીકરણની રાહ જોઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : UT 69 trailer: રાજ કુન્દ્રા ની ડેબ્યુ ફિલ્મ UT 69 નું ટ્રેલર થયું રિલીઝ, ખાવા- સુવા માટે કર્યો સંઘર્ષ,જાણો શિલ્પા શેટ્ટી ના પતિ એ આર્થર રોડ જેલ માં કેવી રીતે વિતાવ્યા 64 દિવસ