News Continuous Bureau | Mumbai
Kangana ranaut: કંગના રનૌત તેની ફિલ્મ ઇમર્જન્સી ને લઈને ચર્ચામાં છે. સેન્સર બોર્ડ એ ફિલ્મ માં કેટલાક ફેરફાર સાથે તેને UA સર્ટિફિકેટ આપ્યું છે. તેવામાં કંગના ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેત્રી એ તેની મુંબઈ ની પ્રોપર્ટી વેચી દીધી છે. આ એ જ બંગલો છે જેના પર પહેલા બીએમસી નું બુલડોઝર ચાલી ચૂક્યું છે.ચોંકાવનારી વાત એ છે કે કંગના એ બહુ સસ્તા માં તેની પ્રોપર્ટી ની ડીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો: Salman khan: અધધ આટલી મોંઘી ઘડિયાળ પહેરી બિગ બોસ 18 ની ઇવેન્ટ માં પહોંચ્યો હતો સલમાન ખાન, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ
કંગના એ વરચી તેની મુંબઈ ની પ્રોપર્ટી
મીડિયા રિપોર્ટ મુજબ કંગના એ બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલો તેનો બંગલો માત્ર 32 કરોડ રૂપિયામાં વેચ્યો છે, કંગનાએ તેને વર્ષ 2017માં 20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કંગના નો બંગલો 3,075 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. રિપોર્ટ મુજબ આ બંગલો શ્વેતા બથીજા એ ખરીદ્યો છે, જે કમલિની હોલ્ડિંગ્સની ભાગીદાર છે. શ્વેતા તમિલનાડુના કોઈમ્બતુરની રહેવાસી છે.
🚨Kangana Ranaut sells her bungalow in Pali Hill for Rs 32 cr.
She bought this property for Rs 20.7 cr in Sept 2017. She made a total return of 55% translating into a CAGR of 6.4%.
This property used to be Kangana Ranaut’s office for Manikarnika Films. /1#KanganaRanaut pic.twitter.com/lmXCUn2Vvm
— Zapkey (@ZapKeyIndia) September 9, 2024
મીડિયા રિપોર્ટ મુજબ કંગના નો પાલી હિલ સ્થિત આ બંગલો 5 સપ્ટેમ્બર, 2024ના રોજ વેચાયો હતો, જેની સ્ટેમ્પ ફી 1.92 કરોડ અને તેની સાથે તેની નોંધણી ફી 30 હજાર રૂપિયા છે..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)