Kangana ranaut: કંગના ના નિશાના પર આવી ટ્વીન્કલ ખન્ના, આ કારણે અભિનેત્રી એ લગાવી અક્ષય ની પત્ની ની ક્લાસ

Kangana ranaut: કંગના રનૌત તેની સ્પષ્ટ વક્તા માટે જાણીતી છે. તે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. કંગના અવારનવાર નેપોટિઝમને લઈને સ્ટાર્સ પર નિશાન સાધતી રહે છે. હવે કંગના રનૌતે અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાને આડેહાથ લીધી છે

kangana ranaut slams twinkle khanna for comparing men with plastic bags

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut:  કંગના રનૌત તેની સ્પષ્ટ વક્તા માટે જાણીતી છે. તે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. નેપોટિઝમ વિશે ખુલી ને વાત કરનારી કંગના રનૌતે ટ્વિંકલ ખન્ના પર નિશાન સાધ્યું છે. કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક વીડિયો શેર કરીને ટ્વિંકલ ને આડેહાથ લીધી છે. વીડિયોમાં અભિનેત્રી પોલીથીન બેગ સાથે પુરૂષોની સરખામણી કરતી જોવા મળે છે, જેના માટે કંગના તેને ઠપકો આપ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Deepika padukone: શું ગર્ભવતી છે દીપિકા પાદુકોણ? વિડીયો જોઈ ચાહકો એ લગાવ્યું અનુમાન, નજીક ના સૂત્ર ને જણાવી હકીકત

કંગના ના નિશાના પર આવી ટ્વીન્કલ ખન્ના 

કંગના રનૌતે ટ્વિંકલ ખન્નાને નેપો કિડ કહેતા અભિનેત્રી વિશે લખ્યું, ‘આ બગડેલા લોકો જેઓ તેમના પતિને  પોલિથીન બેગ કહે છે, શું તેઓ કુલ બનવાનો પ્રયાસ કરી રહ્યાં છે? ચાંદીના ચમચા સાથે જન્મેલા નેપો બાળકોને સોનાની થાળીમાં ફિલ્મી કરિયર મળી, પરંતુ અલબત્ત તેઓ તેની સાથે ન્યાય કરી શક્યા નહીં. કમ સે કમ માતૃત્વ જીવનનો આનંદ માણવો જોઈએ, પરંતુ આ પણ તેમના કિસ્સામાં શ્રાપ જેવું લાગે છે. તે શું બનવા માંગે છે? શાકભાજી? શું આ ફેમિનિઝમ છે?’

ટ્વિંકલે તેના એક જૂના વીડિયોમાં જણાવ્યું હતું કે ‘અમે ક્યારેય નારીવાદ અને સમાનતા વિશે વાત કરતા નથી. પરંતુ તે ખૂબ જ સ્પષ્ટ છે કે પુરુષ ની જરૂર નથી. હા પુરુષ સારો લાગે છે જેવી રીતે તમારી પાસે સરસ હેન્ડબેગ છે એવું લાગે છે. તેથી હું સમાન વિચારસરણી સાથે મોટી થઇ છું.’ હાલમાં આ મામલે ટ્વિંકલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ટ્વિંકલ ખન્નાનો આ વીડિયો એક જૂના ઈન્ટરવ્યુનો જણાવવામાં આવી રહ્યો છે.

 

Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે
Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.
Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ
Exit mobile version