213
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
કપિલ શર્મા ના ચાહકો અત્યારે ચિંતામાં છે. આનું કારણ છે મુંબઈ એરપોર્ટ ખાતે પડાયેલા ફોટાઓ. મુંબઈ એરપોર્ટ પર કપિલ શર્મા એક મેડિકલ વ્હીલચેર પર બેઠેલો જણાય છે. તેમજ એક વ્યક્તિ તેને એસ્કોર્ટ કરીને વિલચેર થી બહાર લઈ જઈ રહી છે. જ્યારે કપિલ શર્માના આવા ફોટા પાડવામાં આવ્યા ત્યારે તેણે પોતાનો પિત્તો ગુમાવી દીધો.
તો આખરે કપિલ શર્માને થયું શું છે? આ સંદર્ભે ખુદ કપિલ શર્માએ અત્યાર સુધી કોઈ ફોડ પાડ્યો નથી. ઉલ્લેખનીય છે કે કપિલ શર્માના ઘરમાં એક નવા મહેમાનનું આગમન થઇ ગયા બાદ તેણે બ્રેક લીધો છે અને થોડા સમય પછી તે ઓટીટી પ્લેટફોર્મ પર આવવાનો છે. પણ પ્રશ્ન એ છે કે અત્યારે તેને થયું શું છે?
You Might Be Interested In
