News Continuous Bureau | Mumbai
Karan johar vs aditya chopra: તાજેતરમાં યશ રાજ ફિલ્મ્સ (YRF) અને નિર્માતા આદિત્ય ચોપરાએ તેમના આગામી પ્રોજેક્ટ વોર 2 વિશે વિગતો જાહેર કરી હતી,આ જાહેરાત માં તેમને જણાવ્યું હતું કે યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ વોર 2 14 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થવાની છે. રસપ્રદ વાત એ છે કે, કાર્તિક આર્યને પણ તેના જન્મદિવસ પર જાહેરાત કરી હતી કે તે કરણ જોહર ની આગામી ફિલ્મ કરી રહ્યો છે જે ફિલ્મ નું નામ હજુ સુધી નક્કી નથી પરંતુ આ ફિલ્મ 2025 ના સ્વત્રતા દિવસ પર રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: કોફી વિથ કરણ માં રાની મુખર્જી એ તેના અને કાજોલ ના સંબંધ વિશે કરી ખુલી ને વાત, જણાવ્યું હવે કેવું છે બંને વચ્ચે બોન્ડિંગ
કરણ જોહર અને આદિત્ય ચોપરા ની ફિલ્મો એકસાથે રિલીઝ થશે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ વોર 2 માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર પહેલીવાર સાથે જોવા મળશે અને આ ફિલ્મ 2025 ના સ્વત્રંત દિવસ પર રિલીઝ થશે. હવે કરણ જોહર ની પણ આગલી ફિલ્મ આજ દિવસે રિલીઝ થઇ રહી છે. રસપ્રદ વાત એ છે કે, જો આ બંને ફિલ્મો વચ્ચે ટકરાવ થશે તો, તેનો અર્થ એ થશે કે આદિત્ય ચોપરાની યશ રાજ ફિલ્મ્સ અને કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે તે પહેલી વાર હશે.