Site icon

કરણ જોહરે ચાહકોને બનાવ્યા ઉલ્લુ, હવે તેના શો ‘કોફી વિથ કરણ’ વિશે આપી આ નવી માહિતી

News Continuous Bureau | Mumbai

નિર્દેશક અને નિર્માતા કરણ જોહરે (Karan Johar) લગભગ 18 વર્ષ પહેલા તેનો ચેટ શો કોફી વિથ કરણ (Koffee with Karan) શરૂ કર્યો હતો. ફરી એકવાર આ શોની આગામી સિઝન આવવાની હતી. ગેસ્ટ લિસ્ટ (guest list)પણ સામે આવ્યું હતું પરંતુ અંતે કરણ જોહરે  પોતે જ પોતાનો શો બંધ કરવાની જાહેરાત કરી હતી. બોલિવૂડ નિર્માતા કરણ જોહરનો લોકપ્રિય શો 'કોફી વિથ કરણ' (Koffee with karan)અટક્યો નથી. તેના બદલે, આ શો ધમાકેદાર કમબેક (comeback) કરવા જઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો ખુદ કરણ જોહરે કર્યો છે. તેનો 'કોફી વિથ કરણ' શો હવે ટીવી પર નહીં પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ (digital platform)પર પ્રસારિત થશે.

Join Our WhatsApp Community

કરણ જોહરે તેના ઈન્સ્ટાગ્રામ (instagram) એકાઉન્ટ પર તેના શો 'કોફી વિથ કરણ' વિશે એક પોસ્ટ શેર કરી છે, જે ઈન્ટરનેટ (inetrnet) પર વાયરલ થઈ રહ્યો છે. કરણે પોસ્ટમાં જણાવ્યું કે તેનો શો ડિઝની પ્લસ હોટસ્ટાર(Disney plus hotstar) પર સ્ટ્રીમ કરવામાં આવશે. તેણે લખ્યું, 'કોફી વિથ કરણ શો ટીવી પર નહીં આવે કારણ કે દરેક મહાન વાર્તામાં ટ્વિસ્ટની (twist) જરૂર હોય છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શો કોફી વિથ કરણની 7મી સીઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ (stream)કરવામાં આવશે.કરણ જોહરે આગળ લખ્યું, 'દેશભરના સૌથી મોટા ફિલ્મ સ્ટાર્સ સોફા પર બેસીને કોફી પીતા તેમના રહસ્યો ખોલશે. ત્યાં રમતો હશે, અફવાઓને વિરામ આપવામાં આવશે અને વાતચીત થશે, જે ઊંડા જશે. પ્રેમ, ખોટ અને વર્ષોથી આપણે જેમાંથી પસાર થયા છીએ તે તમામ બાબતો વિશે વાત કરવામાં આવશે. 'કોફી વિથ કરણ' ટૂંક સમયમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

આ સમાચાર પણ વાંચો : ટેરેન્સ લુઇસે નોરા ફતેહીને ડેટ કરવા અંગે મૌન તોડ્યું! અભિનેત્રી ને લઇ ને કહી આ વાત

આ પહેલા કરણ જોહરે (Karan Johar)એક પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે તેનો શો 'કોફી વિથ કરણ' (Koffee with karan)નહીં આવે. તેણે લખ્યું, 'કોફી વિથ કરણ', જેણે તેની 6 સીઝન પૂર્ણ કરી છે, તે મારા અને તમારા જીવનનો એક ભાગ છે. મને લાગે છે કે આ શોએ થોડી અસર કરી છે અને પોપ સંસ્કૃતિના ઇતિહાસમાં સ્થાન બનાવ્યું છે. તેથી, હું ભારે હૃદય સાથે જાહેરાત કરવા માંગુ છું કે 'કોફી વિથ કરણ' હવે પાછી નહીં આવે.'

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version