News Continuous Bureau | Mumbai
Karan johar: બોલિવૂડ ઈન્ડસ્ટ્રી નો લોકપ્રિય નિર્દેશક કરણ જોહર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. કરણ જોહર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને તે અવારનવાર તેની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતો રહે છે. હવે હાલમાં જ કરણ તેની એક પોસ્ટ માટે સમાચારમાં આવ્યો છે. આ પોસ્ટમાં કરણે ગુસ્સામાં ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓની પોલ ખોલી છે.
આ સમાચાર પણ વાંચો : shaitaan: ડરવા માટે થઇ જાઓ તૈયાર, થિયેટર બાદ હવે ઓટીટી પર ધમાલ મચાવવા આવી રહી છે શૈતાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ
કરણ જોહર ની પોસ્ટ
કરણ જોહરે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે – ‘ફિલર લગાવો, તમને પરિપૂર્ણતા નહીં મળે…મેકઅપ કરો, તમારી ઉંમર ઘટે છે.’ તમે ગમે તેટલા બોટોક્સ કરો, તમે એવા લાગશો કે તમને મધમાખીએ ડંખ માર્યો હોય. નાક બદલવાથી ગંધ પરફ્યુમ નથી બનતી, સર્જરી કરાવવાથી બહારનું શરીર બદલાઈ શકે છે, પણ તમારું જીવન અને સ્વભાવ બદલાતો નથી. હવે કરણની આ પોસ્ટથી લોકો મૂંઝવણમાં છે. આ પોસ્ટ વાંચીને લોકો વિચારી રહ્યા છે કે કરણે કોને અને શા માટે આ ટોણો માર્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે કરણ જોહરે આવી ક્રિપ્ટિક પોસ્ટ કરી હોય.આ આગાઉ પણ વર્ષ 2023 માં કરણ જોહર આવી પોસ્ટ કરી ચુક્યો છે.