News Continuous Bureau | Mumbai
Karan Johar: કરણ જોહરનો ‘કોફી વિથ કરણ’ સીઝન 8 નો પહેલો એપિસોડ ગુરુવારે રિલીઝ થયો હતો. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ શોમાં પહેલા ગેસ્ટ બન્યા હતા. બંનેએ તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઉપરાંત બન્ને ના લગ્ન નો વિડીયો પણ આ શો માં બતાવવામાં આવ્યો હતો. આ એપિસોડ સુપરહિટ રહ્યો હતો. હવે બધાની નજર શોના આગામી ગેસ્ટ પર છે. આ અંગે કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર એક હિંટ આપી છે.
આ સમાચાર પણ વાંચો: Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ
કરણ જોહરે આપી હિન્ટ
કોફી વિથ કરણ નો પહેલો એપિસોડ સ્ટ્રીમ થયા બાદ કરણ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો. તેણે થોડીવાર ચર્ચા કરી અને આગામી એપિસોડ વિશે પણ જણાવ્યું કે હવે ના સેગ્મેન્ટ માં ભાઈ-બહેનની જોડી હશે.આના પર લોકો એ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર ના નામ પર અનુમાન લગાવ્યું. તો ઘણા એ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન ના નામ નું પણ અનુમાન લગાવ્યું. પરંતુ કરણે આ બન્ને ભાઈ બહેન ની જોડી ના નામ ને નકારી કાઢ્યા અને તેને સંકેત આપ્યો કે આ જોડીએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના કામથી સનસનાટી મચાવી છે.કરણ જોહર ની આ હિન્ટ પર થી લાગે છે કે કદાચ સની દેઓલ અને બોબી દેઓલ તેના બીજા એપિસોડ ના ગેસ્ટ બની શકે છે.