ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પોતાના ચાહકોમાં એક અલગ જ ઓળખ બનાવી છે. અભિનેતાની એક ઝલક મેળવવા માટે તેના ચાહકો કલાકો સુધી તેની રાહ જોતા હોય છે. શાહરૂખ ખાને છેલ્લા 2 મહિનામાં ઘણું સહન કર્યું છે.અભિનેતાના પુત્ર આર્યન ખાનને ઓક્ટોબર 2021ની શરૂઆતમાં મુંબઈથી ગોવા જતા ક્રૂઝ પર NCB દ્વારા ડ્રગ બસ્ટમાં પકડવામાં આવ્યો હતો. સ્ટાર કિડ પર ડ્રગ્સ ખરીદવા અને લેવાનો આરોપ હતો. આ સમગ્ર મામલાને કારણે આર્યન તે સમયે ઘણી હેડલાઈન્સમાં આવ્યો હતો. હવે ફરી એકવાર આર્યન સમાચાર માં આવ્યો છે. પરંતુ આ વખતે તેના સમાચાર માં આવવાનું કારણ તેનું બોલિવૂડ ડેબ્યુ છે.
તમને જણાવી દઈએ કે આર્યન ખાન બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વાતની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. જ્યાં કેટલાક લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે આર્યનની ફિલ્મનું નામ શું છે. તેમજ, કેટલાક લોકો એ જાણવા માટે ઉત્સાહિત છે કે આર્યનની ફિલ્મ કોણ પ્રોડ્યુસ કરશે. તો તમને જણાવી દઈએ કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્યન ખાન બોલિવૂડના પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહ્યો છે.આ પ્રોડક્શન હાઉસ બીજું કોઈ નહીં પણ ધર્મા પ્રોડક્શનનું છે. જો રિપોર્ટ્સનું માનીએ તો બોલિવૂડ સ્ટાર કિડ્સને લોન્ચ કરનાર કરણ જોહર શાહરૂખના પુત્ર આર્યન સાથે જોડાયો છે. કરણ આર્યન સાથે મોટા બજેટની ફિલ્મ પર કામ કરી રહ્યો છે.
ટાઈગર શ્રોફ સાથે શૂટિંગ દરમિયાન થયો મોટો અકસ્માત, આવી થઇ ગઈ ચેહરા ની હાલત; જાણો વિગત
રિપોર્ટ્સ અનુસાર, કરણે આર્યનની પહેલી ફિલ્મ દ્વારા તેની ગ્રાન્ડ એન્ટ્રીની તૈયારી કરી લીધી છે. જોકે, આ ફિલ્મનું નામ શું છે અને આર્યન કેવું પાત્ર ભજવવાનો છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.તેમજ, કરણે હજી સુધી આર્યનને લોન્ચ કરવા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. એવા અહેવાલો પણ છે કે યશરાજ ફિલ્મ પ્રોડક્શન હાઉસ પાસે પણ આર્યન માટે જબરદસ્ત સ્ક્રિપ્ટ છે. પરંતુ હાલમાં તેની પુષ્ટિ કરી શકાતી નથી. પરંતુ આ સમાચારો પરથી એ સાબિત થઈ રહ્યું છે કે આર્યન ખાનના ડેબ્યૂમાં કરણ જોહરનો મોટો હાથ હશે.