Site icon

Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ

Karan Johar: ગઈકાલે કોફી વિથ કરણ 8નો પ્રથમ એપિસોડ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ ચુક્યો છે. આ એપિસોડમાં કરણ જોહરે ખુલાસો કર્યો હતો કે NMACC ઈવેન્ટ દરમિયાન તેને એન્ઝાઈટી એટેક આવ્યો હતો. આ દરમિયાન વરુણ ધવને તેની મદદ કરી હતી.

karan johar suffered anxiety attack during nmacc launch event varun dhawan helped him

karan johar suffered anxiety attack during nmacc launch event varun dhawan helped him

News Continuous Bureau | Mumbai

Karan Johar: કરણ જોહર ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની થી 7 વર્ષ બાદ નિર્દેશન ની દુનિયામાં પરત ફર્યો છે. હવે કરણ જોહર તેના દ્વારા હોસ્ટ કરવામાં આવેલ શો કોફી વિથ કરણની આઠમી સીઝન ને લઇ ને ચર્ચામાં છે. આ શો ના પહેલા ગેસ્ટ તરીકે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું.આ પ્રથમ એપિસોડ માં દીપિકા અને રણવીર ના લગ્ન નો વિડીયો પણ બતાવવામાં આવ્યો હતો.રણવીર અને દીપિકા સાથે માનસિક સ્વાસ્થ્ય વિશે વાતચીત દરમિયાન કરણ જોહરે જણાવ્યું કે કેવી રીતે એક ઇવેન્ટ દરમિયાન તેને પેનિક એટેક આવ્યો અને વરુણ ધવને તેની મદદ કરી.

Join Our WhatsApp Community

 

કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક

કરણ જોહરે ખુલાસો કર્યો કે તેને માનસિક સ્વાસ્થ્ય સામે લડવું પડ્યું.કરણ જોહરે તે પણ જણાવ્યું કે તે ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને NMACC લોન્ચ દરમિયાન તેને પેનિક એટેક આવ્યો હતો. કરણ કહે છે કે ‘તે દિવસે મને ખબર પડી કે મને ડિપ્રેશન છે. મને અચાનક એટેક આવ્યો. તે સમયે વરુણ ધવન મારી સાથે હતો. જ્યારે તેને ખબર પડી ત્યારે તે તરત જ મારી પાસે આવ્યો અને મારો હાથ પકડીને પૂછ્યું કે શું હું ઠીક છું… મેં તેને કહ્યું ના.ત્યારબાદ વરુણ મને એક રૂમમાં લઈ ગયો. રૂમ માં પ્રવેશ્યા પછી, હું ખૂબ જ જોરથી શ્વાસ લઈ રહ્યો હતો. મને લાગ્યું કે કદાચ મને કાર્ડિયાક અરેસ્ટ થયો હશે. પછી મેં મારું જેકેટ ઉતાર્યું અને અડધા કલાક પછી ઘરે જવા નીકળ્યો. હું મારા રૂમમાં પહોંચતા જ ખૂબ રડ્યો. હું કેમ રડી રહ્યો હતો તે હું સમજી શક્યો નહીં.બીજા દિવસે હું મારા કાઉન્સેલર પાસે ગયો અને તેને મારી સમસ્યા જણાવી. મેં તેને કહ્યું કે મારી ફિલ્મ આવવાની છે. પછી તેણે મને ધ્યાન કરવા કહ્યું.’ તેણે કહ્યું કે હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. કરણના મતે સ્ટ્રેસ અને ટ્રોલિંગને કારણે તેના સ્વાસ્થ્ય પર અસર પડી છે.

આ સમાચાર પણ વાંચો: Koffee with karan season 8: ‘કોફી વિથ કરણ 8’ માં દીપિકા અને રણવીર સિંહે કરણ જોહર સામે ખોલ્યું મોટું રહસ્ય, શો માં પહેલીવાર જોવા મળશે બન્ને સાથે જોડાયેલી આ વસ્તુ

TRP Report Week 43: ‘અનુપમા’એ જાળવી લીધી ટોચની ગાદી, પરંતુ ‘તુલસી’એ આપી કડક ટક્કર! જાણો ટોપ 5માં કયા શોઝ છે
120 Bahadur Trailer Release: ‘120 બહાદુર’નું ટ્રેલર જોયું? દર્શકો બોલ્યા – ‘બ્લોકબસ્ટરની તૈયારી!’ જુઓ અહીં.
Rashmika Mandanna and Vijay Deverakonda: ફાઇનલી કન્ફર્મ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ની લગ્ન ની તારીખ નો થયો ખુલાસો, ઉદયપુરમાં કરશે ગ્રાન્ડ વેડિંગ!
Neil Bhatt and Aishwarya Sharma: મનોરંજન જગતમાં મોટો આંચકો,નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ છૂટાછેડાની અરજી કરી, ચાર વર્ષના લગ્નજીવનનો અંત!
Exit mobile version