Site icon

આર્યન ખાન તરફથી ઠેંગો મળ્યા બાદ હવે કરણ જોહર આ સ્ટાર ને કરવા જઈ રહ્યો છે લોન્ચ

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં વધુ એક સ્ટાર કિડ (star kid) એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) અને એક્ટ્રેસ અમૃતા સિંહનો (Amrita Singh) પુત્ર ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) હવે બોલિવૂડમાં (Bollywood) એન્ટ્રી  કરવા માટે તૈયાર છે. તે બધા જાણે છે કે ઇબ્રાહિમ તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં (rocky aur rani ki prem kahani) કરણ જોહર (Karan Johar) સાથે સહાયક નિર્દેશક તરીકે કામ કરી રહ્યો છે. જો કે હવે સમાચાર સામે આવ્યા છે કે અભિનેતા તરીકે ઈબ્રાહિમ ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી લેવા જઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શન (Dharma production) એક ફિલ્મ પર કામ શરૂ કરવા જઈ રહ્યું છે, જેનું નિર્દેશન બોમન ઈરાનીના (Boman Irani) પુત્ર કયોજ ઈરાની (kayoze irani) કરશે, જ્યારે સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut) કરતો જોવા મળશે. હાલમાં આ ફિલ્મ વિશે વધુ માહિતી સામે આવી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ પર કામ 2023ની શરૂઆતમાં જ શરૂ કરવામાં આવશે.એ પણ હજુ સ્પષ્ટ નથી થયું કે ઈબ્રાહિમની (Ibrahim ali khan) સામે ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી કોણ હશે.પરંતુ એ સ્પષ્ટ છે કે ફિલ્મમાં ઇબ્રાહિમ અલી ખાન મુખ્ય ભૂમિકા ભજવશે. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન ની હમેશા થી એવી ઈચ્છા હતી કે તેના પુત્ર નું ડેબ્યુ હૃતિક રોશનની (Hrithik Roshan) ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ જેવું હોય. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ઈચ્છે છે કે તેના પુત્રનું ડેબ્યુ ધમાકેદાર હોય, જે બધાને યાદ રહે. આટલું જ નહીં તે ઈચ્છે છે કે તેનો પુત્ર તૈમુર અલી ખાન પણ ફિલ્મોમાં કામ કરે.

આ સમાચાર પણ વાંચો: મધ્ય રેલવે પર 27 કલાકના મેગા બ્લોકને કારણે 1,096 લોકલ ટ્રેનો રદ! મુંબઈકરોની સેવામાં દોડશે BESTની આટલી વધારાની બસો… જાણો શેડ્યુઅલ

તમને જણાવી દઈએ કે ઈબ્રાહિમ અલી ખાન લાઈમલાઈટમાં રહે છે. તે અવારનવાર મિત્રો સાથે બહાર આઉટિંગ કરતો જોવા મળે છે. તે ઘણીવાર મિત્રો સાથે ડિનર ડેટ (dinner date) પર પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ઈબ્રાહિમ તેની મોટી બહેન સારા અલી ખાન (Sara ali khan) સાથે ખાસ બોન્ડ શેર કરે છે. ભાઈ અને બહેન ઘણીવાર ફિલ્મી ઈવેન્ટ્સમાં સાથે પોઝ આપતા જોવા મળે છે.

 

Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર
Jaya Bachchan: દુર્ગા પંડાલમાં કાજોલને જોઈને ખુશ થઇ ગઈ જયા બચ્ચન,બંને નું ખડખડાટ હાસ્ય જોઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા
The Raja Saab Trailer: સંજય દત્ત ના ખૂંખાર લુક સાથે પ્રભાસની હોરર-કોમેડી ‘ધ રાજા સાબ’ નું ટ્રેલર થયું રિલીઝ
Aishwarya Rai Viral Video: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાય એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ
Exit mobile version