Site icon

કરણ કુન્દ્રાએ મુંબઈમાં ખરીદ્યું તેનું ડ્રીમ હોમ, કિંમત જાણીને ઉડી જશે હોશ! જાણો અભિનેતાની નેટવર્થ વિશે

News Continuous Bureau | Mumbai

બિગ બોસ 15 થી (Big boss 15)એક્ટર કરણ કુન્દ્રાના ફેન ફોલોઈંગમાં(Karan Kundra fan following) જબરદસ્ત વધારો થયો છે. આ શો પછી તે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. તાજેતરમાં, તે કંગના રનૌતના શો લોકઅપમાં જેલર (Lock-upp jailer) તરીકે પણ જોવા મળ્યો હતો. આ શોમાં લોકોએ તેને ખૂબ પસંદ કર્યો. લોકઅપના ફિનાલે દરમિયાન તે તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash) સાથે જોવા મળ્યો હતો. બંને બિગ બોસમાં જ મળ્યા હતા અને પછી ધીમે ધીમે નિકટતા વધવા લાગી. સમાચાર મુજબ બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. દરમિયાન, લગ્ન પહેલા, તેઓએ એક નવું ઘર (new home)ખરીદ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લક્ઝુરિયસ ફ્લેટની કિંમત કરોડોમાં છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણે મુંબઈના (Mumbai) બાંદ્રામાં  (Bandra)એક આલીશાન ફ્લેટ (Luxurious flat)માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ એપાર્ટમેન્ટ સી-ફેસિંગ (sea facing)છે. નવા ઘરમાં ખાનગી લિફ્ટ અને સ્વિમિંગ પૂલ (swimming pool) પણ છે. રિપોર્ટમાં તેની કિંમત 20 કરોડ રૂપિયાથી ઉપર દર્શાવવામાં આવી છે.કરણ કુન્દ્રા કમર્શિયલ, ટીવી સિરિયલ્સ, ફિલ્મો અને રિયાલિટી શોમાંથી ઘણી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 30-37 કરોડની આસપાસ છે.

આ સમાચાર પણ વાંચો: સાઉથ સુપરસ્ટાર ની પૂર્વ પત્ની અને બોલિવૂડ ની આ અભિનેત્રી ને લોકડાઉનમાં પૈસાની તંગી નો કરવો પડ્યો હતો સામનો, થિયેટરમાંથી મળતા હતા માત્ર 2000 હજાર રૂપિયા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ કરણ કુન્દ્રાનો લેટેસ્ટ મ્યુઝિક વીડિયો 'બેચારી' (music video)રીલિઝ થયો છે, જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આમાં કરણે દિવ્યા અગ્રવાલ સાથે કામ કર્યું છે. આ વીડિયો ગીતને અત્યાર સુધીમાં અડધા મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય તે 'ડાન્સ દીવાને જુનિયર્સ' (Dance deewane juniors) હોસ્ટ કરી રહ્યો છે. તે જ સમયે, હવે કરણ કુન્દ્રા, ઇલિયાના ડીક્રુઝ અને રણદીપ હુડ્ડા સાથે પણ ફિલ્મમાં જોવા મળશે.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version