Site icon

ટીવી અભિનેતા કરણ મહેરાએ તેના અને નિશા રાવલ ના સંબંધ પર તોડ્યું મૌન, અભિનેત્રી પર લગાવ્યા આ ગંભીર આરોપ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નૈતિક નું (ye rishta kya kehlata hai Naitik)પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલા અભિનેતા કરણ મહેરા (Karan Mehra)અને તેની પત્ની નિશા રાવલ (Nisha Rawal) છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના સંબંધોને કારણે ચર્ચામાં છે. ગયા વર્ષે નિશાએ કરણ પર ઘરેલુ હિંસા (domestic violence) અને લગ્નેતર સંબંધો(extra martial affair) જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન કરણને જેલમાં જવું પડ્યું હતું.કરણ મહેરાએ અત્યાર સુધી ઘણી વખત સંબંધો બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ તે ઉપરોક્ત આરોપોને ખોટા સાબિત કરવા માંગતો હતો.જો કે, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અભિનેતાએ મૌન રહેવાનું પસંદ કર્યું. તેણે તેના વિશે વધુ વાત કરી ન હતી. હવે કરણ મહેરાએ લોક અપ ફેમ નિશા પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.

Join Our WhatsApp Community

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કરણ મહેરાએ કહ્યું હતું કે, બધું સાંભળ્યા પછી મેં તેને ઘરમાં આવવા દીધી. અમે નવેસરથી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો. નિશા છેલ્લા 11 મહિનાથી તેના જ ઘરમાં એક વ્યક્તિ (unknown person)સાથે રહે છે. તેણે કહ્યું કે નિશાએ પોતે અફેરની (Nisha Rawal affair) કબૂલાત કરી છે. બિગ બોસ 10ના સ્પર્ધક કરણ મહેરાએ કહ્યું કે તે વ્યક્તિ પરિણીત છે અને તેની પત્ની, બાળકોને છોડીને તેના ઘરમાં પ્રવેશ્યો છે. કરણે કહ્યું કે હવે બધું જ ખુલ્લું છે અને લોકોને દેખાઈ રહ્યું છે.કરણ મહેરા આગળ કહે છે, 'હું કોઈપણ સંજોગોમાં તેની બેવફાઈ સાબિત કરીશ. તેઓએ મારા પુત્રને મારી પાસેથી છીનવી લીધો, મારી 20 વર્ષની કારકિર્દી પર કાદવ ઉછાળ્યો, હવે હું ચૂપ નહીં રહું. હું હવે મારું બધું પાછું લઈશ. છેલ્લા એક વર્ષમાં હું ભયંકર પીડામાંથી પસાર થયો છું, હવે નહીં.'

આ સમાચાર પણ વાંચો : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની સ્ટાર બની આરાધ્યા બચ્ચન, હોલીવુડ ની આ એક્ટ્રેસે ઐશ્વર્યા રાયની દીકરીને ગળે મળતો વિડીયો થયો વાયરલ; જુઓ વિડીયો

અભિનેતાએ (Karan Mehra) એ પણ ખુલાસો કર્યો કે તેણે તેના ત્રણ મિત્રો પર પણ બદનક્ષીનો દાવો કર્યો છે જેમણે નિશા નું સમર્થન કર્યું હતું. કરણના મતે આ પગલું ભરવું જરૂરી હતું. કારણ કે જ્યારે નિશા કંઈક ખોટું કરતી હતી ત્યારે તેના મિત્રોએ પણ તેને સપોર્ટ કર્યો હતો જે અમારા માટે યોગ્ય ન હતું.કંગનાના લોકઅપ શો (lock-upp show)દરમિયાન નિશા રાવલે મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે પરિણીત હોવા છતાં મારું કોઈની સાથે અફેર (extra marital affair) હતું, તે મારો એકમાત્ર સારો મિત્ર હતો.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version