News Continuous Bureau | Mumbai
Kareena kapoor khan: કરીના કપૂર ખાન કાયદાકીય મુશ્કેલી માં ફસાઈ ગઈ છે. વાસ્તવમાં કરીના કપૂરે વર્ષ 2021 માં તેનું પુસ્તક ‘કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઈબલ: ધ અલ્ટીમેટ મેન્યુઅલ ફોર મોમ્સ-ટુ-બી’ લોન્ચ કર્યું હતું. હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક અરજીકર્તા ની અરજી પર કરીના કપૂર ખાનને નોટિસ મોકલી છે.અરજદારે પુસ્તકમાં ‘બાઇબલ’ શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Cannes Film Festival: ભારત 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં “ભારત પર્વ”ની યજમાની કરશે.
કરીના કપૂર ખાન ને મળી નોટિસ
મીડિયા રિપોર્ટ મુજબ મધ્ય પ્રદેશના એક વકીલે કરીના કપૂર ખાન વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને તેની વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવાની માંગ કરી છે. વકીલે પોતાની અરજીમાં કહ્યું છે કે પુસ્તકના શીર્ષકથી ખ્રિસ્તીઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. શીર્ષકમાં ‘બાઇબલ’ શબ્દનો ઉપયોગ સસ્તી લોકપ્રિયતા મેળવવાનો હેતુ છે અને તે અપમાનજનક છે.હાઈકોર્ટે કરીના કપૂર અને અન્યને નોટિસ પાઠવીને તેમના જવાબ માંગ્યા છે. આ અરજીમાં કરીના કપૂર ખાન ઉપરાંત અદિતિ શાહ ભીમજીયાની, એમેઝોન ઈન્ડિયા, જગરનોટ બુક્સને પણ નોટિસ મોકલવામાં આવી છે..
#WATCH | Jabalpur, MP: Advocate Christopher Anthony says, ” Actor Kareena Kapoor Khan launched a book which is named as ‘Pregnancy Bible’, the word Bible is the name of the holy book in Christianity…there is a lot of anger in the society regarding this…High Court took… pic.twitter.com/Tw5BqJULPj
— ANI (@ANI) May 11, 2024
આ મામલામાં આગામી સુનાવણી 1 જુલાઈના રોજ થશે.કરીના કપૂરે આ પુસ્તકમાં પોતાની પ્રેગ્નન્સી જર્ની વિશે જણાવ્યું છે. આ પુસ્તક અદિતિ શાહ ભીંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને લખ્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)