Site icon

કરીના કપૂર નું બેડરુમ સિકરેટ બહાર આવ્યું. સુતા પહેલા આ ત્રણ વસ્તુ જોઈએ જ… નહીં તો નહીં ચાલે…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

બોલિવૂડ દિવા કરીના કપૂર ઘણી વાર ચર્ચામાં રહે છે. કરીના એકદમ બિંદાસ છે અને તે ખૂબ જ સરળતાથી લોકોની સામે પોતાની વાત મૂકે છે. કરીના અને સૈફ અલી ખાન પણ બોલિવૂડના પાવર કપલ્સ છે અને  પ્રશંસકો બંને ની લવ લાઈફ વિશે જાણવા ઉત્સુક હોય છે.  કરીના તેનાં મોટા દીકરા તૈમૂર અને પતિ સૈફ અલી ખાન  સાથે જોડાયેલી વાતો પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે કરીનાએ પોતાના ફેન્સ સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. જેમાં તે જણાવે છે કે તેને સુતા પહેલાં કઇ ત્રણ વસ્તુ જોઇએ જ.

હાલમાં જ કરીના કપૂરે ડિસ્કવરી શો સ્ટાર Vs  નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જે આજે 15 એપ્રિલે પ્રસારિત થનાર છે. આ શોમાં કરીનાએ તેનું એક રહસ્ય જાહેર કર્યું છે. કરીનાએ જણાવ્યું છે કે સુવા માટે જતા પહેલાં મને બેડ પર ત્રણ વસ્તુ જોઇએ. એક વાઇનની બોટલ, પજામો અને પતિ સૈફ અલી ખાન.' એટલું જ નહીં, આ વાતચીતમાં કરીનાએ વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે આનાથી વધુ સારો કોઈ જવાબ હોઈ શકે નહીં. મને આ માટે ઇનામ મળવું જોઈએ. '

કોરોના ને કારણે મુંબઈ એરપોર્ટ પર વિમાનો ના આવાગમન સંદર્ભે બદલાવ કરવામાં આવ્યો. જાણો વિગત.

આપને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના લગ્નને લગભગ આઠ વર્ષ વીતી ગયા છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી હજી ઘણી તાજી છે. હવે બે પુત્રોના માતાપિતા છે. આ બંનેના ચાહકો તેને પ્રેમથી તેને સૈફીના કહે છે. આ બંને ઘણી વખત ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. બંનેને સાથે જોઇને ચાહકો પણ ખૂબ ઉત્સાહિત થઈ જાય છે.

કરીના આ શો સાથે ઓટીટી પ્લેટફોર્મ ડેબ્યૂ કરી રહી છે. કરીનાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા માં જોવા મળશે. છેલ્લી વાર કરીના અક્ષય કુમાર સાથે 'ગુડ ન્યૂઝ'માં જોવા મળી હતી.

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version